મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે બ્રાહ્મણ નદી પાસેથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો


SHARE









હળવદના ટીકર ગામે બ્રાહ્મણ નદી પાસેથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણ નદીના પુલ પાસેથી પસાર થતા યુવાનને રોકીને એસઓજીની ટીમ દ્વારા તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી એક જામગરી બંદુક મળી આવી હતી જેથી કરીને તેની પાસેથી હથિયાર કબજે કરીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના ટીકર ગામની બ્રહ્માણી નદીમાં મોટા પુલ પાસેથી નદીમાં અંદર ઉતરવાના રસ્તા પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી જામગરી બંદુક મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને હાલમાં હબીબ ઉર્ફે બદીયો હાસમભાઇ ભટ્ટી જાતે સંધી (ઉ.૩૦) રહે. ટીકર ગામ સંધીવાસ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ શખ્સ પાસે હથિયાર ક્યાંથી આવ્યું હતું અને શા માટે તે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરુ કરે છે

ગુપ્તી સાથે પકડાયો

હળવદ તાલુકા પોલીસે ટીકર ગામે પાણીના ટાંકા પાસેથી પસાર થતી બોલેરો કાર નંબર જીજે ૨ સીજી ૮૭૨૩ ને ચેક કરતા તેમાં પાછળની સીટમાંથી એક ગુપ્તી મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં હથિયાર સાથે શબ્બીર અકબરભાઇ સંધી જાતે મુસ્લીમ (ઉ.૨૧) રહે. સંધીવાસ ટીકર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News