માળીયા (મી)ના વાધરવા પાસે બંધ ટ્રકમાં રિક્ષા અથડાતાં યુવાનને ઇજા: ગુનો નોંધાયો
મોરબી અને માળીયામાં જુગારની ત્રણ રેડ: બે મહિલા સહિત ૬ ઝડપાયા
SHARE









મોરબી અને માળીયામાં જુગારની ત્રણ રેડ: બે મહિલા સહિત ૬ ઝડપાયા
મોરબી અને માળીયા તાલુકામાં જુગારની ત્રણ રેડ કરવાં આવી હતી ત્યારે બે મહિલા સહિત કુલ મળીને ૬ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે તેને પકડીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ગામે બહુચરાજી માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી ત્યારે મીનાબેન અનવરભાઇ સનુરા (૨૩), બબીબેન જયંતીભાઈ કોળી (૬૦) અને જેન્તીભાઈ પ્રભુભાઈ સનુરા (૨૮) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૨૩૬૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
મોરબી તાલુકાના જુના ટિંબડી ગામે પ્રાથમિક શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ગોવિંદભાઈ ધીરુભાઈ સુરેલા (૨૨) અને સંજયભાઈ હકાભાઇ વિજવાડિયા (૧૯) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૧૦૦૦ રૂપિયાની કે ની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
માળીયા શહેરમાં આવેલ માતમ ચોક પાસે ખંડેર મકાન નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે લેતા યુસુફભાઈ કાસમભાઈ જેડા (ઉમર ૪૪) રહે માતમ ચોક જેડાવાસ વાળા આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૬૦૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો
