મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા પાસે બંધ ટ્રકમાં રિક્ષા અથડાતાં યુવાનને ઇજા: ગુનો નોંધાયો


SHARE













માળીયા (મી)ના વાધરવા પાસે બંધ ટ્રકમાં રિક્ષા અથડાતાં યુવાનને ઇજા: ગુનો નોંધાયો

માળીયા તાલુકાના વાધરવા ગામના પાટિયા પાસેથી ભીમસર તરફ જતા રસ્તા ઉપર ટ્રક ચાલકે પોતાની ટ્રક કોઈપણ જાતના સાઇન બોર્ડ કે આડશ મૂક્યા વગર પાર્ક કર્યો હતો જેથી કરીને પાછળથી આવી રહેલ રીક્ષા ટ્રકની સાથે ધડાકાભેર અથડાતા યુવાનને ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ભોગ બનેલા યુવાનના કૌટુંબિક ભાઈએ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના માણબા ગામે રહેતા રણછોડભાઈ ભાયાભાઈ ખીટએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નં. જીજે ૧૨ એડબલ્યુ ૧૪૮૧ ના ડ્રાઈવરની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો કાકાનો દીકરો ભાઈ કાનજીભાઈ મોતીભાઈ ખીટ પોતાની રીક્ષા નં. જીજે ૪ એયું ૬૩૦૮ લઈને જઈ રહ્યો હતો ત્યારે વધારવા ગામના પાટીયાથી ભીમસર તરફ જવાના રસ્તે પુલના છેડા પાસે ટ્રક ચાલકે પોતાની ટ્રક ઉભો રાખ્યો હતો અને ત્યાં કોઈ પણ પ્રકારનું સાઈન બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું કે કોઈ આડશ રાખી ન હતી જેથી કરીને રિક્ષાચાલકની રીક્ષા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી અને જેના કારણે કાનજીભાઈ મોતીભાઈને ડાબા પગના થાપાના ભાગે, ડાબા હાથના પોચામાં ફ્રેકચર જેવી ઇજા થયેલ છે અને પેટમાં પણ ઇજા થયેલ છે માટે તે યુવાનને સારવાર માટે ખસેડાયેલ છે હાલમાં ભોગ બનેલા યુવાનના કૌટુંબિક ભાઇએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઈક ચોરી

મોરબી વાંકાનેર હાઇવે ઉપર ઢુવા પાસે આવેલી ઇમ્પિરિયલ હોટલના પાર્કિંગમાંથી બાઈક ચોરીની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં હાલમાં વાંકાનેર મોરબી હાઇવે ઉપર ઢુવા પાસે આવેલ ઇમ્પિરિયલ હોટલ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રહેવાસી મહેન્દ્રસિંહ રામસીંગ ચદાણા જાતે રાજપુત (ઉ.ર૯)એ જણાવ્યું છે કે તેનું બાઈક નંબર જી.જે. ૩૬ એ.બી. ૦૭૬૨ હોટલના પાર્કિંગમાં પડ્યું હતું ત્યારે ગત તા. ૨૯/૧ ના રાત્રીના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૧૧.૦૦ સુધીમાં હાજી અકબર માણેક જાતે મિયાણા રહે મોરબી સોઓરડી રામદેવપીર મંદિર પાસે વાળાએ ચોરી કર્યું હતુ જેથી પોલીસે હાલમાં બાઇક ચોરીનો ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જેની સામે બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ છે તે અગાઉ ચોરાઉ બાઇક સાથે મોરબી બી ડિવિઝન પોલીસના વિસ્તારમાંથી ઝડપાયો હતો ત્યારબાદ આ ચોરીનો ગુનો નોંધાયેલ છે




Latest News