માળીયા (મી)ના ઘાટીલા પાસેથી ૧૦૮ બોટલ દારૂ-૭૨ બિયરના ટીન સહિત ૩.૪૭ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ
હળવદના ટીકર ગામે બ્રાહ્મણ નદી પાસેથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો
SHARE









હળવદના ટીકર ગામે બ્રાહ્મણ નદી પાસેથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો
હળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણ નદીના પુલ પાસેથી પસાર થતા યુવાનને રોકીને એસઓજીની ટીમ દ્વારા તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી એક જામગરી બંદુક મળી આવી હતી જેથી કરીને તેની પાસેથી હથિયાર કબજે કરીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના ટીકર ગામની બ્રહ્માણી નદીમાં મોટા પુલ પાસેથી નદીમાં અંદર ઉતરવાના રસ્તા પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી જામગરી બંદુક મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને હાલમાં હબીબ ઉર્ફે બદીયો હાસમભાઇ ભટ્ટી જાતે સંધી (ઉ.૩૦) રહે. ટીકર ગામ સંધીવાસ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ શખ્સ પાસે હથિયાર ક્યાંથી આવ્યું હતું અને શા માટે તે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરુ કરે છે
ગુપ્તી સાથે પકડાયો
હળવદ તાલુકા પોલીસે ટીકર ગામે પાણીના ટાંકા પાસેથી પસાર થતી બોલેરો કાર નંબર જીજે ૨ સીજી ૮૭૨૩ ને ચેક કરતા તેમાં પાછળની સીટમાંથી એક ગુપ્તી મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં હથિયાર સાથે શબ્બીર અકબરભાઇ સંધી જાતે મુસ્લીમ (ઉ.૨૧) રહે. સંધીવાસ ટીકર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
