મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને વીજ કંપનીના કર્મચારીએ કર્યો આપઘાત


SHARE







મોરબીમાં મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને વીજ કંપનીના કર્મચારીએ કર્યો આપઘાત

મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ ભરતનગરમાં રહેતા અને વીજ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો અને તેનું બાઈક ડેમ પાસેથી મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે તરવૈયાઓને બોલાવીને આપઘાત કરી લેનાર કર્મચારીની બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને હાલમાં આપઘાતના બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની અવધ સોસાયટી શેરી નંબર-૪ માં રહેતા અશ્વિનભાઈ ભાણજીભાઈ વામજા (ઉંમર ૪૫) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ભરતનગરમાં રહેતા તેઓના ભાઈજીના દીકરા ભાઈ રાજેશભાઈ ઓધવજીભાઈ વામજા (ઉંમર ૪૫) વીજ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ગત તા. ૩૧ રોજ સવારે સાત વાગ્યે ઓફિસે જવાનું કહીને તે ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તે ઓફિસે પહોંચ્યાં ન હતા જેથી તેને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને તેનું બાઇક જીજે ૩ ઈજી ૧૯૩૮ મચ્છુ-૩ ડેમ પાસેથી મળી આવ્યું હતું જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તરવૈયાને બોલાવીને ડેમના પાણીમાં શોધખોળ કરતાં પાણીમાંથી રાજેશભાઈ ઓધવજીભાઈ વામજાની લાશ મળી આવી હતી જેથી તેની બોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના મનીષ બારૈયા કરી રહ્યા છે






Latest News