મોરબીમાં મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને વીજ કંપનીના કર્મચારીએ કર્યો આપઘાત
મોરબીના જેતપર પીપળી રોડ પરથી શંકાસ્પદ બે લેપટોપ અને નવ મોબાઈલ સાથે ચાર શખ્સ ઝડપાયા
SHARE









મોરબીના જેતપર પીપળી રોડ પરથી શંકાસ્પદ બે લેપટોપ અને નવ મોબાઈલ સાથે ચાર શખ્સ ઝડપાયા
મોરબીના જેતપર પીપળી રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ચાર શખ્સોને રોકીને એલસીબીની દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી શંકાસ્પદ નવ મોબાઈલ ફોન અને લીનોવા કંપનીના લેપટોપ મળી આવ્યા હતા માટે પોલીસે ૩૬ હજાર રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોબાઇલની દુકાનમાંથી આ મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોય તેવું હાલમાં સામે આવી રહ્યું છે જોકે પોલીસે ભોગ બનેલા દુકાનદારનો સંપર્ક કરવાનો પ્રયત્ન હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પીએસઆઇ એન.બી. ડાભી અને તેનો સ્ટાફ મોરબીના જેતપર પીપળી રોડ ઉપર હતો ત્યારે ત્યાથી પસાર થતાં ચાર શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતી હતી જેથી તેને રોકીને પોલીસ ચેક કરતાં તેઓની પાસેથી નવ મોબાઈલ ફોન, બે લીનોવા કંપનીના લેપટોપ અને એક હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા માટે પોલીસે ૩૬ હજાર રૂપિયાનો મુદ્દામાલ તેઓની પાસેથી કબજે કર્યો હતો અને હાલમાં સમીર ઉર્ફે સુમર તેરસિંગ અજનાર જાતે ભીલ, રહે. હાલ જેતપર ગામની સીમ મૂળ રહે. એમપી, મુકેશ હેમસિંગ ભુરીયા રહે. હાલ લુંટાવદર મૂળ રહે એમપી, સુનિલ મધુભાઇ બગેલ રહે. હાલ જેતપર મૂળ રહે. છોટીજીરી એમપી અને સતીષ ઉર્ફે સતુ ગુમાનભાઈ રહે. હાલ લુંટાવદર મૂળ રહે. એમપી વાળાની અટકાયત કરેલ છે આ શખ્સોએ મુદ્દામાલની ચોરી કરેલ છે કે શું તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અણીયારી ચોકડી પાસેથી મોબાઇલની દુકાન તોડીને લેપટોપ તેમજ મોબાઇલ અને રોકડની ચોરી કરી હોવાની શક્યતા છે જેથી પોલીસે હાલમાં ભોગ બનેલ દુકાનદારનો સંપર્ક કરવા માટેનો પ્રયત્ન કરેલ છે
