વાંકાનેરના પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો
મોરબી સહિત સૌરાષ્ટ્રના માલધારીઓના જમીન વેચાણના વ્યવહારો માન્ય રાખવાની માંગ
SHARE









મોરબી સહિત સૌરાષ્ટ્રના માલધારીઓના જમીન વેચાણના વ્યવહારો માન્ય રાખવાની માંગ
માલધારીઓને ધરખેડ વટહુકમ મુજબ પુરતા ખેડુતના વર્ગમાં ગણવા અને તેમને માટેની જમીન ખરીદવા દેવી જોઇએ તેમણે જમીન વેચાણ રાખી લીધી હોય ત્યાં તેવા વેચાણો માન્ય રાખી મંજુર કરવાની સ્પષ્ટ સુચના છે છતાં અધિકારીઓ દ્વારા આવા વેચાણ વ્યવહારો મંજુર કરવામાં આવતા નથી જેથી સૌરાષ્ટ્રના સમગ્ર માલધારી સમાજ વતી મોરબી વડવાળા યુવા સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.
મોરબી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રનો માલધારી સમાજ મહદઅંશે પશુપાલન, ખેત મજુરી અને ખેતી થકી પોતાનું અને પોતાના કુટુંબનું નિર્વાહન કરતો સમાજ છે. પશુપાલન એ ખેતી સાથે સંકળાયેલ પ્રવૃતિ છે. અને માલધારીઓને એક જ સ્થળ સ્થાયી કરવા માટે થઇ ગૌચર, બીડ અને ખેડવાણ પડતર જમીનો આપવા માટે સંદર્ભ-૨ તળનો ઠરાવ તાત્કાલિક અસરથી કરવામાં આવેલ હતો. સંદર્ભ-૨ તળેના ઠરાવ અનુસાર માલધારી વર્ગની સ્થિતિ સુધારવા માલધારીઓને ધરખેડ વટહુકમની કલમ-૫૪ પુરતા ખેડુતના વર્ગમાં ગણવા અને તેમને માટેની જમીન ખરીદવા દેવી જોઇએ તેમણે જમીન વેચાણ રાખી લીધી હોય ત્યાં તેવા વેચાણો માન્ય રાખી મંજુર કરવા આવી સ્પષ્ટ સુચના છે
છતાં અધિકારીઓ દ્વારા આવા વેચાણ વ્યવહારો મંજુર કરવામાં આવતા નથી અને માલધારીઓને હેરાન કરવામાં આવે છે. માટે આ બાબતે તાત્કાલિક ઠરાવ, પરિપત્ર કરી દરેક અધિકારીઓને સુચના આપવાની માંગ કરી છે. ઉપરોકત તમામ પરિપત્રો-ઠરાવો-કમો હોવા છતાં અધિકારીઓ દ્વારા ધ્યાને પણ લેતા માલધારીઓ પાસે નાયબ કલેકટર દ્વારા વિવિધ પુરાવાઓ માંગવામાં આવે છે અને ભૂતકાળમાં જે માલધારીઓએ માલધારી તરીકે જમીન ખરીદ કરી હોય એમના વેચાણ વ્યવહારો માન્ય ન રાખી બિન ખેડુત ગણી દંડ કરવામાં આવે છે જે બિલકુલ ગેરબંધારણીય છે. રબારી તથા ભરવાડને ખેડૂત (જન્મજાત) ગણી વેચાણ માન્ય રાખવામાં આવે તેવો ઠરાવ પરિપત્ર કરવામાં આવે તેવી માંગ કરેલ છે
