મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી !
Breaking news
Morbi Today

મોરબી સહિત સૌરાષ્ટ્રના માલધારીઓના જમીન વેચાણના વ્યવહારો માન્ય રાખવાની માંગ


SHARE







મોરબી સહિત સૌરાષ્ટ્રના માલધારીઓના જમીન વેચાણના વ્યવહારો માન્ય રાખવાની માંગ

માલધારીઓને ધરખેડ વટહુકમ મુજબ પુરતા ખેડુતના વર્ગમાં ગણવા અને તેમને માટેની જમીન ખરીદવા દેવી જોઇએ તેમણે જમીન વેચાણ રાખી લીધી હોય ત્યાં તેવા વેચાણો માન્ય રાખી મંજુર કરવાની સ્પષ્ટ સુચના છે છતાં અધિકારીઓ દ્વારા આવા વેચાણ વ્યવહારો મંજુર કરવામાં આવતા નથી જેથી સૌરાષ્ટ્રના સમગ્ર માલધારી સમાજ વતી મોરબી વડવાળા યુવા સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.

મોરબી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રનો માલધારી સમાજ મહદઅંશે પશુપાલન, ખેત મજુરી અને ખેતી થકી પોતાનું અને પોતાના કુટુંબનું નિર્વાહન કરતો સમાજ છે. પશુપાલન એ ખેતી સાથે સંકળાયેલ પ્રવૃતિ છે. અને માલધારીઓને એક જ સ્થળ સ્થાયી કરવા માટે થઇ ગૌચર, બીડ અને ખેડવાણ પડતર જમીનો આપવા માટે સંદર્ભ-૨ તળનો ઠરાવ તાત્કાલિક અસરથી કરવામાં આવેલ હતો. સંદર્ભ-૨ તળેના ઠરાવ અનુસાર માલધારી વર્ગની સ્થિતિ સુધારવા માલધારીઓને ધરખેડ વટહુકમની કલમ-૫૪ પુરતા ખેડુતના વર્ગમાં ગણવા અને તેમને માટેની જમીન ખરીદવા દેવી જોઇએ તેમણે જમીન વેચાણ રાખી લીધી હોય ત્યાં તેવા વેચાણો માન્ય રાખી મંજુર કરવા આવી સ્પષ્ટ સુચના છે

છતાં અધિકારીઓ દ્વારા આવા વેચાણ વ્યવહારો મંજુર કરવામાં આવતા નથી અને માલધારીઓને હેરાન કરવામાં આવે છે. માટે આ બાબતે તાત્કાલિક ઠરાવ, પરિપત્ર કરી દરેક અધિકારીઓને સુચના આપવાની માંગ કરી છે.  ઉપરોકત તમામ પરિપત્રો-ઠરાવો-કમો હોવા છતાં અધિકારીઓ દ્વારા ધ્યાને પણ લેતા માલધારીઓ પાસે નાયબ કલેકટર દ્વારા વિવિધ પુરાવાઓ માંગવામાં આવે છે અને ભૂતકાળમાં જે માલધારીઓએ માલધારી તરીકે જમીન ખરીદ કરી હોય એમના વેચાણ વ્યવહારો માન્ય ન રાખી બિન ખેડુત ગણી દંડ કરવામાં આવે છે જે બિલકુલ ગેરબંધારણીય છે. રબારી તથા ભરવાડને ખેડૂત (જન્મજાત) ગણી વેચાણ માન્ય રાખવામાં આવે તેવો ઠરાવ પરિપત્ર કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News