મોરબી સહિત સૌરાષ્ટ્રના માલધારીઓના જમીન વેચાણના વ્યવહારો માન્ય રાખવાની માંગ
મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ હાંસેલ કર્યો ગોલ્ડ મેડલ
SHARE









મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ હાંસેલ કર્યો ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬માં પદવીદાન સમારંભમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની ૨ વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની તમામ કોલેજના વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને ગોલ્ડ મેડલ મેળવેલ છે આમ મોરબીમાં સૌથી વધુ મેડલ પણ કોલેજે તેના નામે કર્યા છે. વધુમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની ધરોડીયા સપનાએ કેમેસ્ટ્રી વિષયમાં અને ભાડજા દિપાલીએ બોટની વિષયમાં યુનિવર્સિટીની તમામ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી વધુ માર્ક્સ મેળવીને ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે આ સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપકો અને અભિનંદન પાઠવ્યા છે.
