મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી !
Breaking news
Morbi Today

મોરબીના નેશનલ હાઈવે ઉપર ધૂળના ઢગલા કરતા ઇસમોને પકડવામાં પોલીસ તંત્ર નાકામ..?


SHARE







મોરબીના નેશનલ હાઈવે ઉપર ધૂળના ઢગલા કરતા ઇસમોને પકડવામાં પોલીસ તંત્ર નાકામ..?

મોરબીમાં નેશનલ હાઇવે ઉપર ઠેરઠેર જુદી-જુદી જગ્યાઓએ વાહનચાલકો દ્વારા ધુળ-માટીના ઢગલા કરી દેવામાં આવે છે અને આવા સમાચારો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મીડિયામાં પ્રસિધ્ધ થતા હોય છે છતાં પણ આવા ઇસમોને સીસીટીવી ફૂટેજોની મદદથી પકડવામાં પોલીસ નાકામ હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે કે નેશનલ હાઈવે ઉપર રોડ ઉપર જ ધુળ-માટીના ઢગલા કરી દેવામાં આવે છે.ધૂળ-માટીના ઢગલા રોડ ઉપર કરવાના લીધે રોડ અડધો બ્લોક થઈ જાય છે જેના લીધે બાઇવે ઉપર વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગઈકાલે પણ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી આગળ આવેલા આરગીલ સિરામિક નજીક નેશનલ હાઈવે ઉપર કોઈ ઈસમ દ્વારા પોતાના વાહનમાં રહેલ સફેદ માટીના ઢગલા કરવામાં આવેલા છે જેના લીધે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.ત્યાં આસપાસ કોમ્પલેક્ષ અને કારખાનાઓમાં સીસીટીવી ફૂટેજ હોય છે પરંતુ સીસીટીવી ફૂટેજો મેળવીને આવા તત્વોને ઝેર કરવાની તસ્દી પોલીસ દ્વારા લેવામાં આવતી નથી તે નરી વાસ્તવિકતા છે.






Latest News