મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી !
Breaking news
Morbi Today

મોરબીમાં એસીના રીપેરીંગ કામની મજૂરી આપી દીધા પછી પણ જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ


SHARE







મોરબીમાં એસીના રીપેરીંગ કામની મજૂરી આપી દીધા પછી પણ જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ અંકુર સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે એસીનું રીપેરીંગ કામ કરવા માટે આવેલા શખ્સને મજૂરી અને રિપેરિંગના પૈસા ચૂકવી દીધા હતા છતાં પણ તે રૂપિયાની માંગણી કરીને વારંવાર ફોન ઉપર તેમજ વ્હોટ્સએપ કોલ કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર શુભ રેસ્ટોરન્ટ પાછળના ભાગમાં આવેલ અંકુર સોસાયટીમાં રહેતા દિપકભાઇ મોહનભાઈ ચંદવાણી જાતે સિંધી (ઉંમર ૪૫)એ મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રી સોસાયટીમાં રહેતા ભવદીપભાઈ રમેશભાઈ કાનાણી (૨૪)ની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેના ઘરે એસીનું રીપેરીંગ કામ કરવા માટે આરોપી ભવદીપભાઈ આવ્યો હતો અને ત્યારે તેને આ મજૂરી અને રીપેરીંગ કામના તેઓએ રૂપિયા આપી દીધા હતા તેમ છતાં પણ રીપેરીંગના ભવદીપભાઈ કાનાણી અલગ-અલગ મોબાઈલ નંબર ઉપરથી ફોન કરીને તેમજ વ્હોટ્સએપ કોલ કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ભવદીપભાઈ કાનાણીની ધરપકડ કરેલ છે






Latest News