મોરબીની ઘોડાધ્રોઈ નદી ઉપર બ્રિજનું કામ યોગ્ય રીતે ન થાય તો આંદોલન: ચકમપર પંચાયત
હિટ એન્ડ રન: મોરબીના નીચી માંડલ પાસે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લીધું, ઇજાગ્રસ્ત સારવારમાં
SHARE
હિટ એન્ડ રન: મોરબીના નીચી માંડલ પાસે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લીધું, ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર હિટ એન્ડ રન બનાવ બને છે તેમજ જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે આવી જ રીતે આજે મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ ઉંચી અને નીચી માંડલ ગામ પાસે પટેલ વિહાર હોટલ નજીકથી હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં કારના ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું જેથી કરીને પટેલ વિહાર હોટલના સંચાલકને માથામાં ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવારમાં મોરબી લઈને આવ્યા છે અને અકસ્માત સર્જનાર કાર ચાલકની કારમાંથી પોલીસની વર્દી પણ મળી આવેલ છે જેથી પોલીસ કર્મચારીની ગાડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવે છે
મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી અને નીચી માંડલ ગામ પાસે આવેલ પટેલ વિહાર હોટલના સંચાલક ઘનશ્યામભાઈ પોતાનું એક્ટિવા લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે વેગેનાર કાર નંબર જીજે ૧ આરએ ૪૯૬૫ ના ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને ઘનશ્યામભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી લોહીલુહાણ હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલામાં ખસેડવામાં આવ્યા હતા અને ગાડીમાંથી પોલીસની વર્દી પણ મળી આવેલ છે જેથી કાર કોઈ પોળી કર્મચારીની હોવાનું સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળ્યું છે અને આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવેલ છે