કેન્દ્ર સરકારનો ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો પોકળ: શકીલએહમદ પીરઝાદા
મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર ચાલતા કામમાં ક્ષતિઓ દૂર કરવાની કે.ડી.બાવરવાએ કરી માંગ
SHARE
મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર ચાલતા કામમાં ક્ષતિઓ દૂર કરવાની કે.ડી.બાવરવાએ કરી માંગ
મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર કામગીરી ચાલી રહી છે અને તે કામમાં અનેક ક્ષતિઓ છે જેને દૂર કરવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને માંગ કરલે છે
હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પાલિકા દ્વારા હીરાસરીના માર્ગનું કામ ચાલુ છે અને અગાઉ નબળું કામ કરવામાં આવ્યું હતું જેથી ખુબ જ ઓછા સમયમાં રોડ તૂટી ગયો હતો અને કામ ફરીથી કરવાની જરૂર પડી છે ત્યારે લોકોના ટેક્ષના રૂપિયાનો બગાડ ન થાય તે માટે હાલમાં ચાલતા કામમાં અત્યારે પણ કામ ખુબ જ નબળી ગુણવતાનું થઇ રહ્યુ છે અને સ્થળ ઉપરના કોન્ટ્રકટરના પ્રતિનિધિ સાથે વાત કરતા તેની પાસે કોઈ યોગ્ય માહિતી કે એગ્રીમેન્ટની નકલ ઉપલબ્ધ ન હતી અને સાઈટ ઉપર કોઈ બોર્ડ મારવામાં આવેલ ન હતું
હાલમાં ખોદેલા રોડમાં નીચે બેઈઝમાં લુઝ મટીરીયલ્સ કે જે નબળી ગુણવતા તેમજ અયોગ્ય હતું તેને નાખવામાં આવ્યું હતું જેથી હાલમાં ચાલી રહેલું કામ ખુબ જ નબળી ગુણવતા તેમજ કોઈ જાતના લાઈન લેવલ વગરનું ચાલી રહ્યું છે અને સિમેન્ટ કોન્ક્રેટને પાણી છાંટવામાં ભયકર બેદરકારી રાખવામા આવી રહી છે જેથી કરીને કામ યોગ્ય રીતે કરવામાં આવે અને સાઈટ પરના એન્જીનીયર સતત ત્યાં દેખરેખ રાખે અને હાલમાં જે કામ કરવામાં આવેલ છે તેમાંથી સેમ્પલ લેવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કામ શરૂ નહિ કરવામાં આવે તો ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગો રજુઆતો કરવાની ચીમકી ઉચ્ચારી છે