મોરબીમાં હીરાસરીના રસ્તા ઉપર ચાલતા કામમાં ક્ષતિઓ દૂર કરવાની કે.ડી.બાવરવાએ કરી માંગ
વાંકાનેર માર્કેટ યાર્ડના ૩૧ મતો હજુ નહિ ખુલ્લે !
SHARE
વાંકાનેર માર્કેટ યાર્ડના ૩૧ મતો હજુ નહિ ખુલ્લે !
(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની મતગણતરી પૂરી થઈ ગયેલ છે જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે જેના લીધે હાલમાં ૩૧ મતની ગણતરી થયેલ નથી અને ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી અને આગામી તારીખ ૧૪ ની મુદ્દત પડેલ છે જેથી કરીને આ મતોનો નિર્ણય હજુ હમણાં થશે નહીં
મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ગત ૧૨ જાન્યુઆરીના રોજ મતગણતરી કરવામાં આવી હતી જો કે, ખેડૂત પેનલની ૧૦ બેઠક માટે જે મતદાન કરવામાં આવ્યું છે તેને લઈને ચૂંટણી પહેલા હાઇકોર્ટમા ત્રણ પિટિશન કરવામાં આવી હતી જેમાં તા ૩ ની મુદત હતી જો કે, આ કેસમાં આગામી તા ૧૪ ની મુદત આપવામાં આવી છે જેથી કરીને હાઇકોર્ટમાંથી મત ગણવા માટેનો ફાઇનલ હુકમ નહિ કરવામાં આવે ત્યાં સુધી જુદીજુદી ત્રણ મંડળીઓના કુલ મળીને ૩૧ મતોનું સસ્પેન્શ યથાવત જ રહેશ