મોરબીના સર્કિટ હાઉસ પાસે બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા
મોરબીના વીસીપરામાં કતલખાને લઈને જવાતા ૧૬ અબોલજીવને બચાવ્યા, બે ની ધરપકડ: એકની શોધખોળ
SHARE









મોરબીના વીસીપરામાં કતલખાને લઈને જવાતા ૧૬ અબોલજીવને બચાવ્યા, બે ની ધરપકડ: એકની શોધખોળ
મોરબીના અમરેલી રોડ ઉપરથી વીસીપરા વિસ્તારની અંદર આવતી બોલેરો કારને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી ૧૫ પાડા અને ૧ પાડી આમ કુલ મળીને ૧૬ અબોલજીવ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કતલખાને લઇ જવાતાં અબોલજીવ બચાવ્યા હતા અને કુલ મળીને ૩.૬૬ લાખનો મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લીધેલ છે અને એક આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવતા અમરેલી ગામ તરફના રસ્તા ઉપરથી પસાર થતી બોલેરો કાર નંબર જીજે ૧૨ બીવી ૩૭૦૦ ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી ચારો કે પાણીની કોઇ પણ વ્યવસ્થા રાખ્યા વગર ૧૫ પાડા અને એક પાડી આમ કુલ મળીને ૧૬ અબોલજીવ મળી આવ્યા હતા તે કતલખાને લઇ જવાતા હતા જેથી કરીને પોલીસે હાલમાં સાડા ત્રણ લાખ રૂપિયાની કિંમતની બોલેરો કાર અને ૧૬૦૦૦ ની કિંમતના અબોલજીવ આમ કુલ મળીને ૩.૬૬ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે અલીશા હુશેનશા શેખ જાતે મુસ્લિમ (૩૪) રહે. અંજાર શેખ ટીંબા અમબાઈ ફળિયું તાલુકો અંજાર તેમજ અલીભાઈ કાસમભાઈ કટિયા જાતે ખાટકી (૪૨) રહે, રાજકોટ સદર બજાર ખાટકીવાસ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ઇસ્માઇલશા જમાલશા શેખ રહે. અંજાર શેખ ટીંબા અમબાઈ ફળિયું તાલુકો અંજાર વાળાનું નામ સામે આવ્યું છે માટે તેણે પકડવા પોલીસે તજવીજ શરૂ કરેલ છે.
