માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સર્કિટ હાઉસ પાસે બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા


SHARE

















મોરબીના સર્કિટ હાઉસ પાસે બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે સામેકાંઠે સર્કિટ હાઉસ નજીક બાઇક સ્લીપ થઇ જતાં માથામાં ગંભીર ઇજાઓ થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે આવેલી ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા જયંતીભાઈ હરજીભાઈ પટેલ નામના ૭૩ વર્ષીય વૃદ્ધ બાઇક લઇને સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસ નજીકથી જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે તેઓને આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતાં ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં રહેતા ભરતભાઈ રામસિંગભાઈ રાજપુત નામનો ૪૨ વર્ષીય યુવાન શહેરના શનાળા રોડ ઉપરથી જતો હતો ત્યાં તેની સાયકલ અને બાઇક સાથે અથડામણ થતાં ઇજાગ્રસ્ત ભરતભાઈ રાજપૂતને સારવારમાં ખસેડાયા હતા.

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના વાવડી રોડ મિરાપાર્ક વિસ્તારમાં રહેતા અમિત ખોડીદાસભાઇ જાદવાણી નામના ૩૨ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે તપાસ હાથ ધરી હતી.જ્યારે હળવદના ધર્મેન્દ્રભાઈ જશવંતભાઈ દવે નામનો ૩૧ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે વેગડવાવ અને માલણીયાદ ગામની વચ્ચે તેના બાઅકને રિક્ષા ચાલકે હડફેટે લેતાં ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રભાઈ દવેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવા ઇજાઓ થવાથી વિપુલભાઈ છગનભાઈ પટેલ (૪૦) રહે.ગાયત્રીનગર વાંકાનેર વાળાને ઇજાઓ થતાં તેને અહીંની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે નીલકંઠ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા રેખાબેન ધર્મેન્દ્રભાઈ સિસોદિયા નામની ૩૫ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લેતા રેખાબેનને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયા હતા.તેઓનો લગ્નગાળો બાર વર્ષનો હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News