હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કારખાનામાંથી 96 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, બે ની શોધખોળ


SHARE







મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કારખાનામાંથી 96 બોટલ દારૂ સાથે એક ઝડપાયો, બે ની શોધખોળ

 

મોરબી સનાળા રોડ ઉપર આવેલ એપલ હોસ્પિટલ ની બાજુમાં કારખાનામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂ ની રેડ કરી હતી ત્યારે કારખાનામાંથી 96 બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 36 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી વધુ બે શખ્સોના નામ ખુલ્યા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જૂદાજુદા વિસ્તારની અંદર દારૂની બદીને ડામવા માટે તેને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા સમયાંતરે દારૂની રેડ કરવાની છે તેવી જ રીતે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ એપલ હોસ્પિટલ ની બાજુમાં આવેલા કારખાનાની અંદર દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના આસિફભાઇ રાઉમા, તેજાભાઈ ગરચર અને શક્તિસિંહ પરમારને મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે કારખાનામાંથી 96 બોટલ દારૂ સાથે પ્રેમજી ઉર્ફે પ્રેમલો તેજાભાઈ દેગામા (ઉંમર 30) રહે. નવલખી રોડ યમુના નગર-2 શેરી નંબર-4 મોરબી વાળો ત્યાંથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 36 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં પ્રેમજી ઉર્ફે પ્રેમલો દેગામા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સાગર કાંતિભાઈ પલાણ રહે. સેન્ટમેરી સ્કુલ પાછળ મોરબી તેમજ ઇમરાન હિંગડોજા રહે. વીસીપરા મોરબી વાળા ના નામ સામે આવ્યા હોય તે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News