માળીયા (મી) તાલુકાના ઘાટીલા ગામ પાસેથી બે ચોરાઉ બાઈક સાથે જેલમાંથી પેરોલ ઉપર છુટેલો એક શખ્સ ઝડપાયો
મોરબી શહેરમાંથી ત્રણ અને તાલુકામાંથી બે બાઇકની ચોરી કરનાર શખ્સ પાંચ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
SHARE
મોરબી શહેરમાંથી ત્રણ અને તાલુકામાંથી બે બાઇકની ચોરી કરનાર શખ્સ પાંચ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
મોરબી શહેર અને તાલુકાના વિસ્તારમાંથી છેલ્લા દિવસોની અંદર બાઈક ચોરીની ઘટનાઓ વધી હતી જેથી ચોરીના ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી દરમિયાન મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરની બાઈક લઈને નીકળેલા શખ્સને રોકીને તેની પાસેથી બાઇકના જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા ત્યારે તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો જેથી કરીને તેની એલસીબીની ટીમ દ્વારા આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા હતા તેની પાસેથી પાંચ ચોરાઉ બાઈક મળી આવ્યા છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદની બે અને મોરબી સીટી બી ડિવિઝનના ત્રણ એમ કુલ મળી ગયા પાંચ બાઇક ચોરીના બનાવોનો ભેદ ઉકેલાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક મહિનાઓથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી તેમજ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બાઈક ચોરીની ઘટનાઓ વધી હતી અને બાઈક ચોરીના ગુના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા દરમ્યાન આ બાઈક ચોરીના ગુના ડીટેકટ કરવા માટે થઈને સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે મોરબી એલસીબી ટીમના ચંદુભાઈ કલોતરા, દશરથસિંહ પરમાર અને ભરતભાઈ જીલરીયાને મળેલ બાતમીના આધારે મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનને રોકીને તેની પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી જરૂરી કાગળો મળ્યા ન હતા અને બાઇક વિશેનો સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને પોલીસે હળવદના જી.આઈ.ડી.સી પાસે જી.ઈ.બી સબસ્ટેશન પાસેથી ઝુંપડામાં રહેતા અક્ષય રાજેશભાઈ કોપરણીયા જાતે કોળી (ઉંમર વર્ષ ૨૦) ની અટકાયત કરીને તેની આગવી ઢબે પુછપરછ કરી હતી ત્યારે તેણે બી ડિવિઝન પોલીસના વિસ્તારમાંથી ત્રણ અને મોરબી તાલુકા વિસ્તારમાંથી બે આમ કુલ મળીને પાંચ બાઈકની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી અને હાલમાં પોલીસે તેની પાસેથી ચોરાઉ પાંચ બાઇક જે કુલ રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં જે બાઇક ચોર પાસેથી કબજે કરવામાં આવ્યો છે તેમાં ત્રણ માસ પહેલા મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળના ભાગમાં સોસાયટીમાંથી ચોરી કરવામાં આવેલ એક બાઈક, મોરબી તાલુકાના આંદરણા ગામેથી ચોરી કરવામાં આવેલ એક બાઈક, મોરબી તાલુકાના જાંબુડિયા ગામેથી ચોરી કરવામાં આવેલ એક બાઈક, તેમજ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામની જુદી જુદી સોસાયટીઓમાંથી સમયાંતરે ચોરી કરવામાં આવેલા બે બાઇક આમ કુલ મળીને ચોરાઉ પાંચ બાઇક કબજે કરી એલસીબીની ટીમ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન અને તાલુકામાં નોંધાયેલ બાઈક ચોરીના પાંચ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે.