હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં પ્રીમોનસૂન કામગીરીના બિલ, રોડ રસ્તા સહિતના ખર્ચ-આવકની આરટીઆઇ હેઠળ માહિતી મંગાતા ખળભળાટ


SHARE







મોરબી પાલિકામાં પ્રીમોનસૂન કામગીરીના બિલ, રોડ રસ્તા સહિતના ખર્ચ-આવકની આરટીઆઇ હેઠળ માહિતી મંગાતા ખળભળાટ

મોરબી પાલિકામાં હાલમાં એકચક્રી ભાજપનું શાસન છે ત્યારે યેન કેન પ્રકારે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર પાસેથી આરટીઆઇ હેઠળ કેટલીક માહિતી માંગવામાં આવી છે જેમાં ચોમાસા પહેલાની પ્રીમોનસૂન કામગીરીના બિલ, રોડ રસ્તાના કામોની વાસ્તવિકતા, ડોર ટુ ડોર કચરા કલેકશન, સેનિટેશન વિભાગ અને શહેરમાં આડેધડ લગાવવામાં આવેલા હોર્ડીંગ બોર્ડથી પાલિકામાં શું આવક થાય છે તેની માહિતી માંગવામાં આવી છે જેથી હાલમાં પાલિકામાં ખળભળાટ મચી ગયો છે.

મોરબી શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા ચીફ ઓફિસર પાસેથી આરટીઆઇ હેઠળ કેટલીક માહિતી માંગવામાં આવી છે જેમાં ગત ચોમાસા પહેલા પ્રી મોનસુન કામગીરી કરવામાં આવી તેનો ખર્ચ અને જયા સફાઈ કરી હોય તે વોકળા સહિતની માહિતી, જો ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોય તો તેની વિગત, કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય તેની માહિતી, પ્રિમોન્સુન કામગીરીનું બિલ ક્યારે અને કોને કોને ચૂકવવામાં આવ્યું તેની માહિતીની નકલ અને કરેલ કામગીરીની હાલમાં શું પરિસ્થિતિ છે તેની વિગત, જો બિલ મોડા ચૂકવાયા હોય તો તેનું કારણ, પાલિકાની હદમાં ૧/૪/૨૦૨૦ થી ૪/૨/૨૦૨૨ સુધીમાં કેટલા નવા રોડ રસ્તા બનાવેલા અને ક્યાં ક્યાં વિસ્તારમાં તેની વોર્ડ અને વિસ્તાર વાઈઝ માહિતી માંગી છે.


હાલ મોરબી નગરપાલિકામાં તમામ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કાયમી અને રોજમદાર તમામ કર્મચારીની નામાવલી અને કઈ પોસ્ટ ઉપર ક્યારથી નોકરી કરે છે, તા ૧/૪/૨૦૨૧ થી ૪/૨/૨૦૨૨ ના સમય દરમ્યાન ગટરના ભોખાળનું કામ કરતા વાહન દ્વારા અત્યાર સુધીમાં કેટલા લોકોની ભોખાળ કાઢવામાં આવી અને તેની શું આવક થઇ છે અને કેટલો ખર્ચ થયો છે ?, મોરબીમાં હાલ કેટલા રોડ રસ્તાના ખાતમુર્હુત થયા છે. અને જે ખાતમુહર્ત થયા છે તેમાંથી કેટલા રોડ રસ્તા બની ગયા છે અને કેટલા રોડ બનવાના બાકી છે ?, છેલ્લા ત્રણ નાણાંકીય વરસમાં પાલિકા હસ્તકની જગ્યા ઉપર જાહેરાતના જે બોર્ડ લગાવવામાં આવેલ છે તેની કેટલી આવક થઈ ?, ઇલેક્ટ્રીક થાંભલા ઉપર જે જાહેરાતના બોર્ડ લગાવવામાં આવેલ છે તે ક્યાં કોન્ટ્રાકટરનો છે અને તેની આવક કેટલી થઇ છે ?, ડોર ટુ ડોર કચરા કલેકશન તથા રોડ સફાઇ માટે ટેન્ડરમાં કેટલી એજન્સીએ ટેન્ડર ભરેલ હતા અને કેટલા કેટલા રૂપિયાના ટેન્ડર ભરેલ હતા તેની માહિતી તેમજ ડોર ટુ ડોર કચરા કલેકશન તથા રોડ સફાઇ માટે જે એજન્સી ને ટેન્ડર લાગેલ છે તે એજન્સીની માહિતી માંગવામાં આવી છે જેથી કરીને પાલિકામાં ખળભળાટ મચી ગયો છે.






Latest News