હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર ટ્રકચાલકે બાઈક સવારને હડફેટે લેતાં રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર ટ્રકચાલકે બાઈક સવારને હડફેટે લેતાં રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ મનીષ વે-બ્રીજની પાસે એસાર પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં બાઇકચાલકને ટ્રકચાલકે હડફેટે લેતા બાઇક સવાર જગન્નાથભાઇ શિવમરૂતભાઈ પટેલ (ઉમર ૩૫) રહે.મારૂતિ પાર્ક ગજાનંદપાર્કની પાસે પીપળી રોડ મોરબી-૨ વાળાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે જગન્નાથને રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.હાલ તાલુકા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લુંટાવદર ગામના રહેવાસી દીપ નરેન્દ્રભાઈ કાલરીયા નામના ૨૩ વર્ષીય યુવાનને પીપળીયા રેલ્વે સ્ટેશન નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાતા મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ વિદ્યાનગર સોસાયટીમાં રહેતો અશોક દામજીભાઈ દેલવાડીયા નામનો ૪૯ વર્ષીય યુવાન શહેરના સામાકાંઠે નેશનલ હાઈવે ઉપર લાલપર ગામ નજીકથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અહીંની સદભાવના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે કચ્છના રાપરમાં પાંજરાપોળની પાછળ રામદેવપીર શેરીમાં રહેતા રમેશભાઇ મનજીભાઈ વાઘેલા સામાકાંઠે પગપાળા જતા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત રમેશભાઇ વાઘેલાને મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવતા પોલીસ મથકના જે.એમ.જાડેજાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News