હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પોલીસે વાહન ચોરી અને દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને દબોચ્યા


SHARE







મોરબી પોલીસે વાહન ચોરી અને દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને દબોચ્યા

મોરબી એલસીબી પોલીસના પેરોલ ફર્લો સ્ટાફના જયેશ વાઘેલા, ચંદ્રકાંત વામજા અને બ્રીજેશ કાસુન્દ્રાને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહનચોરી તેમજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહનચોરીના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપી વિષ્ણુ ભરત કુકવાવા જાતે કોળી (૨૦) રહે.મૂળ કંસાળા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર હાલ રહે.બાવળા શાંતિકળસ સોસાયટી અમદાવાદ વાળો સાયલા બાયપાસ ચોકડી પાસેથી નીકળવાનો છે તેથી સાયલા બાયપાસ ચોકડી  ખાતે વોચ ગોઠવીને છેલ્લા છ માસથી ઉપરોકત બે વાહનચોરીના ગુનામાં નાસતા ફરતા વિષ્ણુ કોળીની એલસીબીના પેરોલ ફર્લો સ્ટાફે ધરપકડ કરી હતી.

જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સીટી બી ડિવિજન પોલીસને સફળતા મળી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દારૂના ગુનામાં ફરાર મિથુન ઉર્ફે હેમંત મોહનલાલ કોરી હાલ રહે.રણછોડનગર હુશૈનભાઈના મકાનમાં નવલખી રોડ મોરબી મૂળ રહે પ્રીતમપુરા કુટી વિસ્તાર તાલુકો જીલ્લો ધાર મધ્યપ્રદેશ વાળો મોરબીના મયુર બ્રિજ પાસે આવેલ કેસર બાગ નજીક હોવાની બાતમી મોરબી બી ડિવિઝન પોલીસ મથકના ભગીરથ લોખીલ અને ધર્મેન્દ્ર રાંકજાને મળી હતી જેથી પોલીસ સ્ટાફને સાથે રાખીને ત્યાં રેડ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર મિથુન ઉર્ફે હેમંત મોહનલાલ કોરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.






Latest News