મોરબી : લોહાણા સમાજના આગેવાનોએ લીધી વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની મુલાકાત, આમંત્રણ પાઠવ્યુ
SHARE









મોરબી : લોહાણા સમાજના આગેવાનોએ લીધી વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની મુલાકાત, આમંત્રણ પાઠવ્યુ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞમાં પધારવા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીતના અગ્રણીઓએ રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.અખિલ કચ્છ લોહાણા સમાજ તથા ભુજ લોહાણા મહાજન સહીતની સંસ્થાઓને પણ અગ્રણીઓએ રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.
સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામનુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે વિશાળ સંકુલનુ નિર્માણ કાર્ય શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી સહીતના લોહાણા સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે.ત્યારે આગામી તા.૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી દરમિયાન પ.પૂ.હરિચરણદાસજી મહારાજના આશિર્વાદથી તેમના સાનિધ્યમા શ્રી રામ મહાયજ્ઞનુ અનેરૂ આયોજન કરવામા આવેલ છે.જે અંતર્ગત મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા, વૃતિકભાઈ બારા સહીતના અગ્રણીઓએ કચ્છ જીલ્લાની મુલાકાત લઈ અખિલ કચ્છ લોહાણા સમાજ, ભુજ લોહાણા મહાજન સહીતની સંસ્થાઓને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.તે ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.શ્રી રામધામના નિર્માણ કાર્યને ચોમેરથી સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે વિશાળ ફલક પર નિર્માણાધિન આ સંકુલમા સંતો-મંહતોની ઉપસ્થિતીમા યોજનાર ઐતિહાસિક શ્રી રામ મહાયજ્ઞ સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવવંતી બાબત બની રહેશે.તેમ યુવા લોહાણા અગ્રણી નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.
