મોરબી : લોહાણા સમાજના આગેવાનોએ લીધી વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની મુલાકાત, આમંત્રણ પાઠવ્યુ
મોરબીના ઢુવા પાસે છોટાહાથીના ચાલકે નાના બાળકને હડફેટમાં લેતાં બાળકનું કમકમાટીભર્યું મોત
SHARE









મોરબીના ઢુવા પાસે છોટાહાથીના ચાલકે નાના બાળકને હડફેટમાં લેતાં બાળકનું કમકમાટીભર્યું મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામ પાસે નવા બની રહેલા સિરામીકના કારખાનામાં ગોજારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં પાણીના ફેરા કરતાં છોટાહાથીના ચાલકે આગળપાછળ જોયા વિના તેનું વાહન રિવર્સમાં લેતા દોઢ વર્ષીય આદિવાસી બાળકનુ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામની પાસે નવા બની રહેલા સનબીમ નામના કારખાનામાં વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં પીવાના પાણીના ફેરા કરતાં છોટાહાથી નંબર જીજે ૨૫ ટી ૫૧૫૨ ના ચાલક શૈલેષ ચતુર પંસારા જાતે દેવીપુજક (૨૪) ધંધો ડ્રાઇવિંગ રહે.માનસર તા.જી.મોરબી વાળાએ આગળપાછળ જોયા વિના તેનું વાહન રિવર્સમાં લેતા નિલેશ સુનિલભાઈ ડામોર નામના દોઢ વર્ષીય આદિવાસી બાળકને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.બનાવ સંદર્ભે મૃતક નિલેશના પિતા સુનીલ રમેશભાઇ ડામોર જાતે આદિવાસી (૨૭) રહે.હાલ સનબીમ સિરામિક ઢુવા તા.વાંકાનેર જી.મોરબી મૂળ રહે.ભામલ તા.થાંદલા જી.જાંબુઆ મધ્યપ્રદેશ વાળાએ છોટાહાથીના ચાલક શૈલેષ દેવીપુજક સામે ફરિયાદ નોંધાવતા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના જે.જી.ઝાલાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પી જતાં મહિલા રાજકોટ ખસેડાઇ
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા કાશીપુર ગામે રહેતા ગૌરીબેન હરજીભાઈ કાળુભાઈ માલકીયા નામની ૩૨ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં ગૌરીબેનને અહીંની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.યુ.ગોહિલે પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોય વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.તેમજ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના જૂના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કરતા સીતાબેન રવિભાઈ રાઠવા નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ લવાયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળીયા પોલીસને જાણ કરી હતી.
