ટંકારાની હડમતીયા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન ચાર્જ સંભાળે તે પહેલાં કચેરીની કાયાપલટ
SHARE









ટંકારાની હડમતીયા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન ચાર્જ સંભાળે તે પહેલાં કચેરીની કાયાપલટ
ટંકારા તાલુકાના હડમતિયા ગામના નવનિયુક્ત સમરસ સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયાએ હજું ચાર્જ નથી સંભાળ્યો ત્યાં જ ગ્રામપંચાયત કચેરીના કેમ્પસમાં કાયાપલટ શરૂ કરી દેવામાં આવી છે અને માટી ભરીને રંગબેરંગી ફૂલોનું રોપણ કરવામાં આવ્યું છે તેમજ પંચાયત ઘરનો ચાર્જ સંભાળે તે પહેલાં ફર્નિચર કામ શરૂ કરવામાં આવ્યું છે
હાલમાં હડમતીયા ગ્રામ પંચાયતમાં ફાઈલો રાખવાનો કબાટ, ઓનલાઇન કામગીરી કરતા વીસીઇ માટે કોમ્યુટર સીપીયુ સેટ ટેબલ, અરજી કરનાર માટે બેસવાની સુવિધા, ગ્રામપંચાયત કચેરીની અંદર અને બહાર સીસીટીવી કેમેરા, ગામની સુરક્ષા માટે હાલ જરુર હોય ત્યાં કેમેરા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આજ સુધીના અધિકારી કે પદાધિકારીઓએ ન કરી બતાવ્યું તે નવનિયુક્ત સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયાએ કરી બતાવતા ગ્રામજનોમાં હર્ષની લાગણી છે ઉલ્લેખનીય છે કે નવનિયુક્ત સમરસ ગ્રામપંચાયત બોડી વિધિવત ચાર્જ સંભાળશે ત્યારે ગ્રામજનોએ એ પણ ન ભુલવું જોઈએ કે "સૌનો સાથ સૌનો વિકાસ" સુત્રને સાર્થક કરવા ખંભે ખંભો મિલાવીને કામ કરવા કટિબદ્ધ રહેવું પડશે અને ગામના સુખાકારી વિકાસ અર્થે શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, પાણીના જટીલ પ્રશ્નો માટે કેવા નિર્ણયો લે છે તે આગામી સમય બતાવશે. હાલ ગ્રામજનોને આશા જાગી છે કે નવનિયુક્ત સરપંચ આગામી દિવસોમાં વણઉકેલ પ્રશ્નોના નિર્ણયો લઈ ગામને વિકાસની કેડીથી કંડારશે
