મોરબીના રફાળેશ્વર રોડ ઉપર બાઈક સ્લીપ થતા ઘવાયેલ યુવાન સારવારમાં
મોરબી જિલ્લામાંથી PSI આર.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા
SHARE









મોરબી જિલ્લામાંથી PSI આર.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા
(શાહરૂખ ચૌહાણ દ્વારા) થોડા સમય પહેલા રાજ્યમાં પીએસઆઇની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો જેમાં મોરબીના એક પી.એસ.આઈ.ની પણ બદલી કરવામાં આવી હતી અને આ પીએસઆઇ હજુ મોરબી જિલ્લામાં ફરજ ઉપર હતા દરમિયાન તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી હાલમાં મળી રહી છે જોકે કયા કેસમાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી હજુ મેળવાઈ રહી છે
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં અગાઉ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આર.પી. જાડેજાને થોડા સમય પહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને કંટ્રોલ ઇન્ચાર્જ તરીકે મોરબી એસપી કચેરી ખાતે મુકવામાં આવ્યા હતા દરમિયાન થોડા સમય પહેલાં રાજ્યની અંદર પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં મોરબીના પીએસઆઇ આર.પી. જાડેજાની પણ જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી હતી.જોકે હજુએ તેઓએ મોરબી જિલ્લામાં ચાર્જ મૂક્યો ન હતો દરમિયાન આજે મોરબીમાં પીએસઆઇ આર.પી. જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી હતી જેથી કરીને મોરબી જિલ્લાના પોલીસ વડા એસ.આર. ઓડેદરાની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પીએસઆઇ આર.પી. જાડેજાને હાલમાં તેઓએ સસ્પેન્ડ કર્યા છે
જોકે, આ પીએસઆઇને કયા કારણોસર સસ્પેન્ડ કર્યા છે તે અંગેની વિગતવાર માહિતી હાલ મેળવાઈ રહી છે બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જમીન પ્રકરણના કોઇકારણે તેઓની સામે સસ્પેન્સન સુધીના પગલા લેવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી રહી છે જોકે કયા કારણસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની વિગતો આવતીકાલ સુધીમાં સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ અધિકારી અગાઉ જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોના અપહરણ સહિતના આક્ષેપો તેના ઉપર થયા હતા અને પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યુ હતુ એટલે કે કોઈને કોઈ વિવાદ તેઓની સાથે જોડાયેલો રહેતો હતો
