ટંકારાની હડમતીયા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન ચાર્જ સંભાળે તે પહેલાં કચેરીની કાયાપલટ
મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ અબુ કટીયા વીસીપરા પાસેથી ઝડપાયો
SHARE









મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ અબુ કટીયા વીસીપરા પાસેથી ઝડપાયો
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર યમુના પાર્ક જવાના રસ્તા ઉપર આવતા નિધિ પાર્કની પાછળના ભાગમાં મફતીયા પરામાં રહેતા શખ્સને મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે તેમ છતાં પણ તે મોરબીમાંથી મળી આવ્યો છે માટે બી ડિવિઝન પોલીસે હાલમાં તેની સામે હદપારીના હુકમના ભંગ સબબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ શહેરના વીસીપરામાં અમરેલી રોડ પાસેથી યમુના પાર્ક અને નિધિ પાર્ક જવાના રસ્તા પાસે આવેલ માફાતિયાપરામાં રહેતા અબુભાઇ ફતેમામદ કટીયા જાતે મિયાણા (ઉ.૩૨) નામના શખસને તા, ૧૨-૭-૨૦૨૧ ના રોજ હુકમ કરીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ જિલ્લામાંથી ૧૨ મહિના માટે હદ પાર કરવામાં આવેલ છે છતાં પણ તે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર નિધિપાર્ક પાછળના ભાગમાં મફતીયાપરામાંથી મળી આવેલ છે જેથી કરીને હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા હદ પારના હુકમના ભંગ સબબ અબુભાઇ ફતેમામદ કટીયાની સામે વધુ એક ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
નજીવી વાતે મારામારી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ધનજીભાઈ કોળી નામના ૩૭ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાયન્સનગર ચરમરીયા દાદાના મંદિર નજીક રહેતા પ્રવિણ પટેલ, ગીતાબેન પ્રવીણભાઈ અને એક અજાણ્યો ઈસમ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના પુત્રની સાથે સામાવાળાના ઘરની નજીક બાટલો મુકવા માટે ગયા હતા ત્યારે સામેના આરોપીઓએ બાટલો મૂકવાની ના પાડતાં તે બાબતે ફરિયાદ તેમની સાથે વાતચીત કરવા જતાં સામાવાળાઓ દ્રારા ગાળો આપીને દિલિપભાઇને મૂઢ માર મારવામાં આવ્યો હતો હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ બનાવ અંગે નોંધ કરીવે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
