જોડિયાના પીઠડ ગામેથી ગુમ થયેલ યુવતી મોરબીમાંથી મળી આવી
SHARE









જોડિયાના પીઠડ ગામેથી ગુમ થયેલ યુવતી મોરબીમાંથી મળી આવી
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવતા પીઠડ ગામે રહેતી જયશ્રીબેન મનજીભાઈ કરસનભાઈ વરણવા નામની ૨૮ વર્ષીય યુવતી ગુમ થઈ હતી જેથી કરીને પરિવારજનો દ્વારા જોડીયા પોલીસને જાણ કરવામાં આવતા જોડીયા પોલીસને તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે જોડીયા પોલીસ મથકના એએસઆઇ પી.ડી.જરૂ તથા સ્ટાફ મોરબી દોડી આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા લખધીરનગર (નવાગામ) વિસ્તારમાં જયશ્રીબેન હોવાની મળેલી બાતમીના આધારે લખધીરનગર ગામે રહેતા જગદીશ ચકુભાઇ સોલંકી (૩૦) ની સાથે જયશ્રીબેન મળી આવતા બંનેને તપાસના કામે જોડીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મહિલા સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે ભૂલથી ઘરે ફીનાઇલ પી ગયેલા રશ્મિબેન પદુરાણા શડભુરાણા નામની ૩૭ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા નંદલાલભાઇ ઠાકરશીભાઈ રાજપરા નામનો ૪૭ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત નંદલાલને સારવાર માટે ખસેડાયો હતો.
આધેડ સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ મયુર સોસાયટીની પાછળના રવિપાર્ક વિસ્તારમાં રહેતા ફતેહસિંહ દોલુભા ઝાલા નામના ૫૬ વર્ષીય આધેડ ટંકારા-લતીપર ચોકડીએ બાઈક લઈને જતા હતા ત્યાં ઓવરબ્રિજની નીચેના ભાગે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત ફત્હસિંહ ઝાલાને અહીંની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને ટંકારા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.જ્યારે વાંકાનેર તાલુકાના અદેપર ગામનો રામજી વિનુભાઇ ચતવાણી નામનો એકવીસ વર્ષીય યુવાન વધુ પડતી તાવની ગોળીઓ ખાઇ જતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
