હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં કાર ચાલકે હડફેટે લેતા દોઢ વર્ષની બાળકીનું મોત: ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં કાર ચાલકે હડફેટે લેતા દોઢ વર્ષની બાળકીનું મોત: ગુનો નોંધાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં પરિશ્રમ એપાર્ટમેન્ટ પાસે કાર ચાલકે બેફિકરાઈથી પોતાની કાર ચલાવી હતી અને દોઢ વર્ષની બાળકીને હડફેટે લેતાં બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક બાળકીના પિતાએ કારચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં ઉમા ટાઉનશીપની અંદર રોયલ પેલેસ એપાર્ટમેન્ટમાં બહાદુર તરીકે રહેતા અને નોકરી કરતા લોકેશભાઈ ઉદયભાઇ સનુરા જાતે રાજપૂત (ઉંમર ૨૬) હાલમાં કાર નંબર જીજે ૩૬ આર ૬૪૯૯ ના ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ઉમા ટાઉનશીપમાં આવેલ પરિશ્રમ એપાર્ટમેન્ટ અને રોયલ હાઇટ્સની વચ્ચે તેની દોઢ વર્ષની દીકરી એંજેલ રસ્તા પર રમતી હતી ત્યારે કાર ચાલકે બેફિકરાઈથી પોતાની કાર ચલાવીને વળાંક લીધો હતો અને તેની દીકરી એંજેલને હડફેટે લીધી હતી જેથી કરીને તેમને માથામાં ઇજા થઇ હોવાના કારણે તેનુ ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું ત્યાર બાદ મૃતક બાળકીના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતનાં આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે મૃતક બાળકીના પિતાની ફરિયાદ લઈને કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે થઈને ચક્રો ગતિમાન કર્યા છે






Latest News