પંજાબમાં ભાજપની ભવ્ય જીત માટે ગામડે ગામડા ફરી પ્રચાર કાર્ય કરતાં કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા
મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો
મોરબી સીનીયર સીટીઝન તરફથી તા.૬ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨-૩૦ સુધી ગુજરાતના પ્રસીધ્ધ નૌશાદભાઇ ગુલામભાઇ મીરનો સંગીત કાર્યક્રમ શનાળા રોડ ખાતે આવેલા ધન્વન્તરી ભવન કાયાજી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીતની મોઝ માણી હતી.નૌશાદભાઇ તથા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઇ ભટ્ટ વિગેરેનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં પી.એન.રાંકજા, ડો.અનીલ મહેતા, ભુપતભાઇ પંડયા, આડેસરાભાઇ, નરેન્દ્રભાઇ મહેતા, વકીલ ગીરીશભાઇ બારોટ, લેખાબેન ગોવિંદભાઇ ટાંક વિગેરે મહાનુભવો હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે આભાર વિધી વકીલ જગદીશભાઇ ઓઝાએ કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન ડો.બી.કે.લહેરૂએ કર્યુ હતું.
