મોરબીના લાતી પ્લોટમાં બંધ કોમ્પ્લેક્સની છત ઉપરથી ૧૭ બોટલ દારૂ પકડાયો, એકની શોધખોળ
હળવદની 108ની ટીમે મહિલાને એમ્બ્યુલન્સમા કરાવી સફળ ડીલીવરી
SHARE









હળવદની 108ની ટીમે મહિલાને એમ્બ્યુલન્સમા કરાવી સફળ ડીલીવરી
હળવદની,અંતરીયાળ વિસ્તારમાં 108ની કામગીરી પ્રશંસનીય બની રહી છે. ખાસ કરીને ડીલીવરી કે ઘટનાઓમા ગણતરીની મિનિટમાં દર્દીઓને સમયસર હોસ્પિટલમાં સારવાર પહોચાડવામા108 એમ્બ્યુલન્સ કારગત સાબિત થાય છે ત્યારે હળવદ 108 ટીમે સમયસુચકતા વાપરીને મહિલાની રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં સફળ ડીલીવરી કરાવી હતી અને મહિલાએ જોડીયા (ટ્વીન્સ) બાળકોને જન્મ આપ્યો હતો. જે બાળકો અને માતાની તબિયત સારી છે અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હળવદ 108 ટીમને કોલ મળ્યો હતો જેમાં ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામમાં મહિલાને પ્રસૃતિ પીડા ઉપડી હતી જેથી ઇએમટી રમેશભાઈ અને પાયલોટ ગણપતભાઈ દેદાણીયા સહિતની ટીમ પહોંચી ગઈ હતી જોકે મહિલાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય રહ્યો ના હતો. જેથી રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી અને મહિલાએ જોડીયા (ટ્વીન્સ) બાળકોને જન્મ આપ્યો હતો હાલ માતા અને બાળકની તબિયત સ્થિર હોય બાદમાં મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવી હતી ત્યારે ખરેખર અંતરીયાળ વિસ્તારોમાં ડીલીવરી હોયકે દુર્ઘટનામાં ખરેખર 108 દેવદૂત બનીને લોકોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી રહી છે.
