માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેર પાસે રામધામની ભૂમિ પર કાલથી યોજાનાર ત્રિદિવસીય શ્રીરામ મહાયજ્ઞની તૈયારીઓને આખરીઓપ


SHARE

















વાંકાનેર પાસે રામધામની ભૂમિ પર કાલથી યોજાનાર ત્રિદિવસીય શ્રીરામ મહાયજ્ઞની તૈયારીઓને આખરીઓપ

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં અને બાઉન્ડ્રી-રાજકોટ રોડ તરફના ભાગે 30 એકરથી વધુ જમીન ઉપર રઘુવંશી સમાજની એકતાનું પ્રતીક રામધામમાં ભગવાન શ્રી રામચંદ્રજીનું ભવ્યાતીભવ્ય મંદિર બનાવવાના વાંકાનેરના રઘુવંશી અગ્રણી અને સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજનું ગૌરવ એવા જીતુભાઈ સોમારીએ આજથી પાંચ વર્ષ પહેલાં સેવેલું સ્વપ્ન સદ્ગુરુદેવ હરિચરણદાસજી મહારાજના આશીર્વાદ સાથે આગળ ધપી રહ્યું છે.

જાલીડાની સીમમાં સંપાદન થયેલ જગ્યા ઉપર તા.10, તા.11 અને તા.12 ફેબ્રુઆરીના ત્રણદિવસના મહાયજ્ઞ અને તા.12મીએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના લોહાણા મહાજનો અને જ્ઞાતિના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંદિર નિર્માણને લઈને જ્ઞાતિજનોનું મહાસંમેલન પણ યોજાશે. આ મહાયજ્ઞ અને સંમેલન માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. મહધ્યરાત્રી સુધી રામધામના સેવકો સ્થળ ઉપર યજ્ઞશાળા સ્ટેજ, બેનરો, સ્થળ સૂચક બેનરો લગાવી રહ્યા છે.

રામયજ્ઞના નિમંત્રણ કાર્ય પૂર્ણતા સાથે કાર્યકરો અન્ય સેવાના કાર્યોમાં જોડાયા છે. રામધામ ઉપર તૈયાર થયેલ શ્રીરામ મહાયજ્ઞની પંચકુંડીનું નિરીક્ષણ આચાર્ય હિરેનભાઈ ત્રિવેદી, જીતુભાઈ સોમાણી, મેહુલભાઈ નથવાણી દ્વારા કરવામાં આવેલ અને શાસ્ત્રીજીએ ખુશી વ્યકત કરેલ.

આજે તા.9મીના સાંજે 4 કલાકે યજ્ઞમાં બેસનાર યજમાનોને દેહશુધ્ધિ, દશવિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયશ્ર્ચિત બાદ રામધામ ભૂમિ ઉપર જલયાત્રા નીકળશે. તા.10મીના સવારે 8 વાગ્યે મહામંડલેશ્ર્વર 1008 શ્રી હરિચરણદાસજી મહારાજ તથા ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટય બાદ મહાયજ્ઞનો પ્રારંભ થશે જે સવારે 8-30થી 12-30 અને બપોરે 3-30થી 6-30 આ બન્ને ટાઈમ યજ્ઞવિધિ થશે.

તા.12-2ના સવારે 8-30થી 11-30 સુધી યજ્ઞ બાદ પુર્ણાહૂતિ હોમ બાદ રામધામ ભૂમિ ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાંથી પધારેલા લોહાણા મહાજનો, જ્ઞાતિના શ્રેષ્ઠીઓ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં રઘુવંશી મહાસંમેલનમાં જ્ઞાતિ એકતા સાથે ભવ્યાતી-ભવ્ય મંદિરની ચર્ચા સંતો-મહંતોના આશીર્વચન આચાર્યદિ બ્રાહ્મણોનું સન્માન સહિતના કાર્યક્રમો થશે.

ગઈકાલે ચોટીલા-થાન વિસ્તારના લોહાણા મહાજનોને રામધામના નિમંત્રણ માટે વાંકાનેરથી રામસેવકો વિપુલભાઈ બુધ્ધદેવ, પ્રદીપભાઈ મજીઠીયા, યશ બુધ્ધદેવ, સંજયભાઈ નાગ્રેચા, નવીનભાઈ પૂજારાની ટીમ પહોંચી હતી. જ્યારે પોરબંદર તરફ નિવૃત્ત મામલતદાર ગુલાબરાય સુબા, જયદીપભાઈ ભીંડોરા, ગોપાલભાઈ ભીંડોરા, વિનેશભાઈ જોબનપુત્રાની ટીમ નિમંત્રણ આપવા પહોંચીહતી. જ્યારે રાજકોટમાં રામધામના સેવકો દ્વારા જ્ઞાતિશ્રેષ્ઠીઓને નિમંત્રણ આપવામાં આવ્યા છે.

રામધામ ભૂમિ ઉપર મધ્યરાત્રી સુધી સ્ટેજ-શમિયાણો યજ્ઞ શાળામાં તૈયારીઓ ચાલી રહી છે. જીતુભાઈ સોમારી તેમજ રાજકોટ, વાંકાનેર, મોરબી, કુવાડવા, ચોટીલાના કાર્યકરોએ રામધામ ખાતે મુકામ કરી તૈયારીને આખરીઓપ આપી રહ્યા છે.




Latest News