મોરબીની આર્ટ્સ કોલેજમાં કેન્દ્રીય બજેટની સમિક્ષા કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની આર્ટ્સ કોલેજમાં કેન્દ્રીય બજેટની સમિક્ષા કાર્યક્રમ યોજાયો
મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના જ્ઞાન ધારા વિભાગ દ્વારા કોલેજના સેમિનાર હોલમાં 'કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩' શીર્ષક હેઠળ એક કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કર્યું હતું તે બજેટના જુદા જુદા મુદ્દાઓને લઈને કોલેજના વિદ્યાર્થીઓ તથા અર્થશાસ્ત્રના અધ્યાપકો દ્વારા સમીક્ષા કરવામાં આવેલ હતી અને અંદાજપત્ર એટલે શું? કાળક્રમે તેમાં આવેલા પરિવર્તનો, જેવી પ્રાથમિક માહિતી આપી જ્ઞાનધારા વિભાગના કોર્ડીનેટર ડો. રામ વારોતરીયાએ કાર્યક્રમની ભૂમિકા સમજાવી હતી અને ત્યાર બાદ કોમલ સવાડિયાએ 'બજેટમાં મારા માટે શું', શીતલ પરમારે 'બજેટમાં કૃષિ ક્ષેત્ર', અમીનાબાનુ અજમેરીએ 'બજેટમાં નવું શું?' શ્રી દર્શન વસોયાએ 'બજેટની વિવધ જાહેરાતો' વિષય પર પોતાની વાતો મૂઇ હતી અને કોલેજમાં પ્રિન્સિપાલ કે.આર. દંગીએ બજેટની ચર્ચા કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા આ સમગ્ર કાર્યક્રમમાં ડિજિટલ યુનિવર્સિટી, રાષ્ટ્રીય માર્ગનું વિસ્તરણ જેવી હકારાત્મક બાબતોની ચર્ચા થઇ હતી અને અંતમાં હિન્દી વિષયના અધ્યાપક ડો. અનિલસિંહ રાજપૂતે આભાર વ્યક્ત કર્યો હતો
