માળીયા(મીં.) તાલુકામાં ઓનલાઈન યોજાયેલ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં મોડેલ સ્કૂલનો ડંકો
મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા
SHARE









મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા
સમગ્ર રાજ્યમાં કોરોના કાળમાં વધુ ભીડ લગ્નમાં એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગન ખૂબ જ આવકારદાયી છે ત્યારે સાદગી પૂર્વક ઘડિયા લગ્ન યોજવાનો સંદેશ અગાઉ મોરબીના પાટીદાર સમાજ દ્વારા જ આપવામાં આવ્યો હતો અને હાલમાં દરેક સમાજ દ્વારા ઘડિયા લગ્ન લેવામાં આવે છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને ઉત્સાહનરૂપ જાહેરાત કરી હતી. અને કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાન પાસે ઉમા ટાઉનશીપ ખાતે કોઈપણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ત્યાં ઘડિયા લગન માટે જે કોઈ આવે તેઓના જમવા સહિતનો ખર્ચો પણ તેમના દ્વારા આપવામાં આવે છે ત્યારે ઇન્દુલાલ રતિલાલ પઢીયારના દીકરા સિદ્ધાર્થ અને બબન રાવ ઢાલેની દીકરી પ્રીતિના ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા જેમાં જૈન વાણિયા જ્ઞાતિના ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના પ્રમુખ પરેશભાઈ શાહ, સ્થાનિકવાસી જૈન સંઘના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા,જૈન સોસીયલ ગ્રુપના નીતિનભાઈ મહેતા, વૉર્ડ-૭ ના કાઉન્સિલર હીનાબેન મહેતા, વૉર્ડ-૫ ના કાઉન્સિલર કમલભાઈ દેસાઈ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
