માળીયાના કુંતાસી ગામની શાળાની કૃતિ તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળા વિજેતા
Morbi Today
માળીયાના મોટી બરાર ગામની શાળાની કૃતિ તાલુકામાં વિજેતા બની
SHARE









માળીયાના મોટી બરાર ગામની શાળાની કૃતિ તાલુકામાં વિજેતા બની
માળીયા તાલુકા કક્ષના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિભાગ-૧ ઈકો ફ્રેન્ડલી સામગ્રી અંતર્ગત મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ડાંગર દિપ સંજયભાઈ અને ડાંગર આશિષ જેઠાભાઈએ શિક્ષક અનિલભાઈ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ "ફ્રૂટ કટર મશીન" કૃતિનું નિર્માણ કર્યું હતું. જે કૃતિએ પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે આ બાળકો જિલ્લા કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જશે આ તકે નાનીબરારના સી.આર.સી. હરેશભાઈ ડોડીયા તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે
