વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ બાદ ૨૮ કિલો દોરાની ગૂંચનો નિકાલ કરાયો
SHARE









વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ બાદ ૨૮ કિલો દોરાની ગૂંચનો નિકાલ કરાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિથી અત્યાર સુધીમાં જુદાજુદા વિસ્તારમાંથી ૨૮ કિલોથી વધુ દોરાની ગૂંચ ભેગી કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ છે કેમ કે, આ દોરી અને દોરીની ગૂંચ પક્ષી અને અબોલ જીવ માટે જીવલેણ સાબિત થતી હોય છે જેથી કરીને સેવા ગ્રુપ દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આ ગ્રૂપ દ્વારા પશુ,પક્ષી તેમજ જરૂરિયાતમંદ વર્ગ માટે ઘણા વર્ષોથી નિસ્વાર્થ સેવાકાર્ય કરવામાં આવે છે અને આ સેવા કાર્ય માટે સમીરભાઈ સંઘવી, રાહુલ જોબનપુત્રા, અલ્પેશ પટેલ, ચિરાગ ઉપાધ્યાય, વિમલભાઈ,નવદીપભાઈ, કિંજલબેન સહિતના કાર્યરત રહે છે
