મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

તસ્કરો મેદાનમાં !: મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીના મકાનમાંથી ૫.૪૨ લાખના મુદામાલની ચોરી


SHARE







તસ્કરો મેદાનમાં !: મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીના મકાનમાંથી ૫.૪૨ લાખના મુદામાલની ચોરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા યુવાનના ઘરની અંદર તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેના ઘરમાં નીચેના રૂમના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરે કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૫.૩૪ લાખ અને ૮૦૦૦ ના દાગીના આમ કુલ મળીને ૫.૪૨ લાખના મુદ્દામાલની ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે લઈને તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણિયા સોસાયટીમાં રહેતા મૂળ આદિત્યાણા ગામના રહેવાસી અનિલભાઈ છગનભાઈ ડાકી જાતે કોળી (ઉંમર ૨૩) ના રહેણાંક મકાનની અંદર તા. ૯ ના રોજ રાત્રિના દોઢ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના નવ વાગ્યા સુધીમાં અજાણ્યા તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેના ઘરમાંથી રોકડ તેમજ દાગીનાની ચોરી કરવામાં આવેલ છે હાલમાં અનીલભાઈ ડાકીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ પોતાના ઘરમાં નીચેના ભાગે મકાનને બંધ કરીને ઉપરના મળે સુવા માટે ગયો હતો અને તે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરમાં નીચેના દરવાજનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી લોખંડના કબાટનો લોક તોડીને તેના અંદર રાખવામાં આવેલ ટ્રક ભાડાના ૫.૩૪ લાખ રોકડા અને ચાંદીના છડા ૨૦૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૮૦૦૦ આમ કુલ મળીને ૫.૪૨ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જેથી પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરેલ છે

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ફરિયાદ નોંધાવનારા યુવાનના માતા અને પિતા તેઓના વતન આદિત્યાણા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને યુવાનને તેના પિતાએ કહ્યું હતું કે ટ્રક ભાડાના પાંચ લાખ રૂપિયા ઘરમાં પડ્યા છે અને અન્ય એક ડ્રાઈવર તેને ૩૪ હજાર રૂપિયા ભાડું આપી જવાનો છે જે ૫.૩૪ લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી દેજે જો કે, મોડું થઈ જવાના કારણે તે રકમ તેણે બેંકમાં જમા કરાવવી ન હતી અને ઘરની અંદર જ પડી દરમિયાન ચોરીનો બનાવ બન્યો છે જેથી કરી અને હાલમાં પોલીસે આ યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરે છે જોકે, આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં કોઇ જાણભેદુ સંડોવાયેલ હોય તેવી પણ શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે જેથી કરીને પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે






Latest News