તસ્કરો મેદાનમાં !: મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીના મકાનમાંથી ૫.૪૨ લાખના મુદામાલની ચોરી
મોરબીના નવા ખારચીયા પાસે રિવર્સ આવતા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ગુપ્ત ભાગ-શરીરે ઇજા: ગુનો નોંધાયો
SHARE









મોરબીના નવા ખારચીયા પાસે રિવર્સ આવતા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ગુપ્ત ભાગ-શરીરે ઇજા: ગુનો નોંધાયો
મોરબીના પીપળીયા આમરણ રોડ ઉપર આવેલા નવા ખારચીયા ગામના પાટિયા પાસે ડમ્પર ચાલકે પાછળ જોયા વગર પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું જેથી પાછળના જોટામાં યુવાનને લઈ લીધો હતો અને તેના પગ, ગુપ્ત ભાગ અને કમરના ભાગે ઈજા કરી હતી અને આરોપી પોતાનો ડમ્પર ઘટના સ્થળે જ મુકીને નાસી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ હાલમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નવા ખારચીયા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ શેરસીયા જાતે પટેલ (૪૦) પોતાના ગામના પાટિયા પાસે ઊભા હતા ત્યારે પીપળીયા આમરણ રોડ ઉપર ગામના પાટીયા પાસે ડમ્પર નંબર એમપી ૩૯ એચ ૨૨૬૨ ના ચાલકે પાછળ જોયા વગર પોતાનું ડમ્પર રિવર્સમાં લીધું હતું જેથી ડમ્પરની ખાલી સાઇડમાં પાછળના જોટામાં ભરતભાઈને લીધા હતા અને તેને ડાબા પગમાં ગુપ્ત ભાગે અને કમરમાં ઇજા કરી હતી જેથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મુકીને નાસી ગયો હતો માટે હાલમાં ભરતભાઇ કાનજીભાઇ શેરસીયાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
