હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન: બહેને જવતલ હોમી ભાઈની ગરજ સારી


SHARE







મોરબીના માજી ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન: બહેને જવતલ હોમી ભાઈની ગરજ સારી

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન માટે છેલ્લા ઘણા સમયથી ખાસ અભિયાન હાથ ધરાયેલ છે અને સામાન્ય પરિવારો લગ્નના ખોટા ખર્ચ ન થાય તે માટે ઘડિયા લગ્નના આયોજન કરવામાં આવે છે ત્યારે ઘડિયા લગ્નને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે માજી ધારાસભ્ય દ્વારા અનોખી પહેલા કરવામાં આવી છે અને તેના આંગણે આવી જે કોઈપણ પરિવાર દ્વારા તેના દીકરા દીકરા ઘડિયા લગ્ન કરાવવામાં આવે તેને લગ્નની વિધિ માટેની તમામ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા તેઓ દ્વારા કરી આપવામાં આવે છે

મોરબી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્નમાં ખોટા લાખોના ખર્ચ બંધ કરવા માટે છેલ્લા થોડા સમયથી ઘડિયા લગ્ન લેવામાં આવી રહ્યા છે જેમાંથી અન્ય સમાજને પણ ખરેખર પ્રેરણા લેવાની જરૂર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, ન માત્ર સામાન્ય પરિવાર પરંતુ ગર્ભશ્રીમંત પાટીદાર પરિવારના લોકો પણ અન્ય લોકો ઘડિયા લગ્નમાં જોડતા નાનપ ન અનુભવે તે માટે પોતાના દીકર અને દીકરીના ઘડિયા લગ્ન મોરબીમાં કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં કોરોના કાળમાં વધુ ભીડ લગ્નમાં એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગન ખૂબ જ આવકારદાયી છે અને ત્યારે દરેક સમાજ દ્વારા ઘડિયા લગ્ન લેવામાં આવે તે માટે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રેરણાદાયક અને ઉત્સાહનરૂપ જાહેરાત કરવામાં આવી છે અને તેઓના નિવાસ સ્થાન ઉમા ટાઉનશીપ ખાતે કોઈપણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરી શકે છે અને ત્યાં ઘડિયા લગન માટે જે કોઈ આવે તેના માટે ધાર્મિક વિધિની તમામ સામગ્રી, મંડપ અને તેઓની જમવા સહિતની તમામ વ્યવસ્થાનો ખર્ચો મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા આપવામાં આવે છે આજે મોરબીમાં રહેતા ચિરાગ દિનેશભાઇ સરડવા અને માનસીબેનના ઘડિયા લગ્ન હતા ત્યારે મોરબી માળીયા પાટીદાર સમૂહલગ્ન સમિતિના આગેવાનો ત્યાં હજાર રહ્યા હતા અને વાર કન્યાને આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, કન્યા મનીષાબેનને ભાઈ ન હોવાથી તેની બે બહેનો દ્વારા લગ્ન વિધિમાં જવતલ હોમિને ભાઈની ગરજ સરવામાં આવી હતી






Latest News