હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા યોજાયેલ અનોખ સમૂહલગ્નને રાજ્યના પંચાયત મંત્રીએ બિરદાવ્યા


SHARE













મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા યોજાયેલ અનોખ સમૂહલગ્નને રાજ્યના પંચાયત મંત્રીએ બિરદાવ્યા

હાલમાં કોરોનાના લીધે સમૂહલગ્નનું આયોજન થઈ શકે તેમ નથી ત્યારે મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમૂહલગ્નનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક દીકરીના ઘરે ઘરે સમૂહલગ્નનું આયોજન કરાયુ હતું અને આ સમૂહલગ્નમાં આજે એકી સાથે એક જ સમયે ૩૧ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા અને દરેક દીકરીઓને સમાજના દાતાઓ તરફથી સોનાથી લઈને સોય સુધીની ૧૧૫ આઇટમો કરિયાવરમાં આપવામાં આવેલ હતી ત્યારે આ તકે હાજર રહેતા રહેલા રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આ આયોજનને બિરદાવ્યુ હતું.

કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ સમૂહલગ્ન કોઈ જગ્યાએ થઈ શકે તેમ નથી જેથી કરીને મધ્યમ વર્ગના પરિવારોને તેમના દીકરા દીકરીના લગ્નની ચિંતા ન રહે તે માટે ગાય વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તો કાઢીને મોરબીમાં સતવારા સહકાર મંડળ સમૂહલગ્ન સમિતિ દ્વારા સૌના ઘરે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સતવારા સમાજના ૩૧ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માંડયા હતા મોરબીમા શ્રી સતવારા સહકાર મંડળ દ્વારા દર વર્ષે સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને વધુ લોકો એક જ જગ્યાએ એકત્રીત ન થાય તે માટે હેતુથી સમુહ લગ્ન સમીતી તેમજ હોદેદારોએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સૌને ઘેર સમુહ લગ્નનું આયોજન કર્યું હતું અને ૩૧ દીકરીઓના ઘરે લગ્ન યોજાયા હતા અને નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડયા હતા

આ સમૂહલગ્નમાં દીકરીઓના પરિવારને દાતાઓના સહકારથી ૧૧૫ જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી અને આનોખા સમૂહલગ્નમાં રાજ્યના પંચાયત મંત્રી અને મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા પણ હાજર રહ્યા હતા અને આ યોજકોએ કોરોના કાળમાં પણ દીકરીને સમાજનો સહકાર મળે અને સમૂહલગ્ન યોજાઇ તે માટે જે રસ્તો કાઢ્યો છે તે કામગીરીને બિરદાવી હતી આ સમૂહલગ્ન માટે મુખ્યદાતા દર્શનભાઇ દિલીપભાઇ પરમાર અને નિરવભાઇ દિલિપભાઇ પરમાર હતા અને આ સમુહલગ્નને સફળ બનાવવા માટે સમુહ લગ્ન સમિતીના પ્રમુખ મેરૂભાઇ કંઝારીયાઉપપ્રમુખ ધરમશીભાઇ હડિયલમંત્રી લાલજીભાઇ જાદવકન્વીનર ભાવેશભાઇ કંઝારીયા અને વિજયભાઇ પરમારસહ કન્વીનર પ્રભુદાસ ડાભીદિનેશભાઇ પરમારદેવશીભાઇ ડાભી અને કરીયાવર સમિતી કન્વીનર વિજયભાઇ પરમાર સહિતનાએ જહેમત ઉઠાવી હતી.






Latest News