મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ
મોરબીમાં કલા મહાકુંભની નૃત્ય સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાએ પ્રથમ
SHARE









મોરબીમાં કલા મહાકુંભની નૃત્ય સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાએ પ્રથમ
મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા વાંકાનેરના ચંદ્રપુર ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી, માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેર તાલુકાનાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.કાર્યક્રમમાં નૃત્ય વિભાગ (ભરતનાટ્યમ) માં નવયુગ વિદ્યાલય-મોરબીની વિદ્યાર્થિની જેઠવા યેશાએ મોહક અંગવિન્યાસ સાથે પોતાની આગવી નૃત્યકલા રજૂ કરીને ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.તેમની આ નૃત્ય રજૂઆતે જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.તેમના માર્ગદર્શક તરીકે કોરિઓગ્રાફર ભાસ્કરભાઈ પૈજાએ સરાહનીય કામગીરી કરી હતી.હવે નવયુગ વિદ્યાલય પ્રદેશ કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.યેશાબેનની આ વિશેષ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ તેણીને અભિનંદન પાઠવ્યા હતા.
