મોરબી જિલ્લા કક્ષાના કલામહાકુંભમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો ડંકો
મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા
SHARE









મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી દરમ્યાન પાશેરામાં પૂણી જેટલી કામગીરી સમયાંતરે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે જોકે, અન્ય વિભાગ દ્વારા ખનીજ ચોરીને રોકવા માટેની કામગીરી કરવાની થતી હોય છે પરંતુ જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને ખનીજ માફિયાઓને મોરબી જિલ્લાની અંદર મુકલું મેદાન મળી જાય છે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે
હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસ પોલીસની હદમાં આવતા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગેરકાયદેસર તેમજ ઓવરલોડ ખનીજ ભરીને પસાર થતાં વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે જેની પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે જાંબુડિયા ગામે રહેતા બીજલભાઇ ગોવિંદભાઇ ચાવડા વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૦૬૩, વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા ગોવિંદભાઈ જેઠાભાઈ વિરડીયા જીજે ૩ એફડબલ્યુ ૧૮૯૭, છોટાઉદેપુરના ઇશ્વરભાઇ જયંતીભાઈ રાઠોડ જીજે ૩૬ ટી ૮૧૧૯ તથા થાન તાલુકાનાં વિજડિયા ગામે રહેતો કિશન હકાભાઇ ઝાલા ચાઇન કલે ભરેલ વાહન સાથે અને સુરેશભાઇ દલાભાઈ ડામોર રહે. રાતાવિરડા વાંકાનેર વાળા નંબર પ્લેટ વગરના વાહનમ ખનીજ ભરીને નીકળ્યા હતા જેથી તેઓના વાહનો જપ્ત કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી પંથકમાં નંબર પ્લેટ વગર ડમ્પર અને ટ્રક મોટી સંખ્યામાં દોડી રહ્યા છે અને તેમાં ખનીજ સહિતના માલ સામનાનું પરિવહન કરવામાં આવતું હોય છે તો પણ તેને રોકવાની તસ્દી લેવામાં આવતી નથી તે હક્કિત છે
