મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં ૬ થી ૬૦ વર્ષના ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો
મોરબીના નાગડાવાસ ગામે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું
SHARE









મોરબીના નાગડાવાસ ગામે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરાયું
મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ નાગડાવાસ ગામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડનું રીબીન કાપીને લોકાર્પણ કર્યું હતું અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખુલ્લુ મુક્યા બાદ ક્રિકેટ રમ્યા હતા અને તેઓએ જણાવ્યુ હતું કે, ગ્રામના યુવાનો તેમજ અગ્રણીઓના સહયોગથી નિર્માણ પામેલ ક્રિકેટ ગ્રાઉન્ડ અનેક પ્રતિભાશાળી રમતવીરો માટે આશીર્વાદરૂપ સાબીત થશે. આ ગ્રાઉન્ડ પર યુવાનોને રમતોમાં પોતાની પ્રતિભા ખીલવવા પ્લેટફોર્મ મળી રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેસંગભાઈ હુંબલ સહિતના આગેવાનો તેમજ નાગડાવાસ ગામના અગ્રણીઓ, દાતાઓ, યુવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
