માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાગડાવાસ ગામે પંચાયત ભવનનું બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ખાતમૂહુર્ત કરાયું


SHARE

















માળીયા (મી)ના નાગડાવાસ ગામે પંચાયત ભવનનું બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ખાતમૂહુર્ત કરાયું

મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે મનરેગા યોજના અંતર્ગત ૧૩.૪૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર નાગડાવાસ ગ્રામ પંચાયત ભવનનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને નાગડાવાસ ગામના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાયેલ ક્રાર્યક્રમમાં મંત્રીના હસ્તે આસપાસના ગામોના નવા ચૂંટાયેલા સરપંચો તેમજ આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કરોનું કોરોનાની વિશેષ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. અને ત્યારે બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરી રહી છે ત્યારે ગામડાઓ વધુ સુવિધા સભર બને તે માટે ૧૩.૪૮ લાખના ખર્ચે નવું પંચાયત ભવન નિર્માણ પામશે. તેમજ પશુ દવાખાના અને આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટરને અપગ્રેડ કરી નવા પ્રસુતીગૃહ નિર્માણ થશે તેવી પણ જાહેરાત કરી હતી. આ તકે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જયંતિભાઇ પડસુંબીયા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રા, બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરિયા અને હર્ષદભાઇ પાંચોટીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેસંગભાઇ હુંબલ, ડીડીઓ પરાગ ભગદેવ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીતાબેન જોષી, ટીડીઓ દિપાબેન કોટેચા, મામલતદાર હર્ષવર્ધનસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News