માળીયા (મી)ના નાગડાવાસ ગામે પંચાયત ભવનનું બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ખાતમૂહુર્ત કરાયું
મોરબી સિવિલમાં MRI મશીન મુકો-બંધ પડેલ સીટી સ્કેન મશીન ચાલુ કરવો: રમેશ રબારી
SHARE









મોરબી સિવિલમાં MRI મશીન મુકો-બંધ પડેલ સીટી સ્કેન મશીન ચાલુ કરવો: રમેશ રબારી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પુર્વ ઉપપ્રમુખ અને મોરબી જીલ્લા કોંગ્રેસ આગેવાન રમેશભાઇ રબારીએ રાજયના શ્રમ-રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને પત્ર લખીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે એમઆરઆઈ મશીન તેમજ સીટી સ્કેન મશીન કાર્યરત કરવવામાં આવે અને લોક સુખાકારીમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
વધુમાં તેઓએ મંત્રીને કરેલ રજૂઆતમાં જણાવેલ છેકે, મોરબીના સરકારી દવાખાનામાં સરકારી ગ્રાન્ટમાંથી એમઆરઆઈ. મશીન મુકાવવા તેમજ દવાખાનામાં લાંબા સમયથી બંધ હાલતમાં પડેલ સીટી સ્કેન મશીન ચાલુ કરાવવામાં આવે તેવી લોક લાગણી હોય તેને પુરી કરવામાં આવે તેવી અમારી પણ માંગણી છે.વર્તમાન સમયમાં જરૂરતમંદ દર્દીઓને એમઆરઆઈ કરાવવા માટે ખાનગી સેવા લેવી પડે છે જે ખૂબ જ મોંઘી છે.ત્યારે લોકોની સેવા માટે આપ જયારે ભાજપમાં જોડાયા છો તો આપને મંત્રી તરીકે મળતી ગ્રાન્ટનો ઉપયોગ કરીને મોરબી-માળિયાની જનતા માટે આ બહુ ઉપયોગી સેવા તુરંત જ ચાલુ કરાવામાં આવે તે બહોળ દન સમુદાયના હીતમાં છે.સીટી સ્કેન કેટલી ઉપયોગી સેવા છે તેમ છતાં લોકોએ ખાનગી દવાખાનાઓમાં ભારે મોંઘી ફી ચુકવવી પડે છે અને દર્દીઓને જયાં ત્યાં ભટકવું પડે છે.ત્યારે ઉપર મુજબની માંગણીવાળી સુવિધાઓ પુર્ણ કરી જરૂરતમંદ લોકોને રાહત થાય તેમ કરવા માંગ કરાયેલ છે.
તદ્ ઉપરાંત મોરબી શહેર અને તાલુકા વિસ્તાર તેમજ માળીયા તાલુકાના અનેક રસ્તા તુટેલા છે અને મોરબી શહેરના નવા રસ્તા જે બનેલ છે તે પણ ટુંક સમયમાં તુટી ગયેલ છે તો મોરબી-માળીયા વિસ્તારમાં ઘણી જગ્યાએ રસ્તા બનેલ જ નથી તેના કારણે ઘણા અકસ્માતો થાય છે અને લોકોને અનેક પ્રકારની ઈજા થાય છે.તેમાં પણ એમઆરઆઇ અને સીટી સ્કેન મશીનો ખૂબ ઉપયોગી બને તેમ હોય સિવિલમાં એમઆઈઆઈ અને સીટી સ્કેન મશીનોની સેવાને ટોચની અગ્રતાએ કાર્યતર કરવામાં આવે તેવી માંગ રમેશભાઇ રબારીએ કરેલ છે.
