મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં નવરંગ નેચર કલબ દ્રારા રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ કરાશે


SHARE













મોરબીમાં નવરંગ નેચર કલબ દ્રારા રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ કરાશે

મોરબીમાં નવરંગ નેચર કલબ દ્રારા આગામી તા.૧૩-૨ ને રવિવારે સવારે ૮:૩૦ થી બોપોરે ૧ સુધી ઉમિયા સર્કલ નજીક મહાદેવ મંદિર પાસે મોરબી ખાતે રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ કરાશે.જેમા પુઠાના ચકલી ઘર, ખજૂર, મલેસિયન સાગ, એરિકા પામ, મધુકામીની, મધુનાસી, બિજોરા, બીગોનીયા, ફણસ, નાગરવેલ વગેરે રોપા અને ઘણા બધા ફૂલછોડનું રાહત દરે વિતરણ નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા કરાશે.વિવિધ જાતના ફૂલછોડ ઉપરાંત ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ જેમ કે એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, મધ, પ્લાસ્ટિકના ચબૂતરા, દેસી ઓડીયા, બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીય અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપાનું રાહત દરે વિતરણ થશે.તેમજ બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળસે.

નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિન કા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેના રોપા ૨૦ રૂા. લેખે આપવામાં આવશે. ફણસ, કાજુ, કપૂર અને ચીની ગુલાબના રોપાનું પણ રાહત દરે વિતરણ કરાશે.એલોવેરા જેલ, અલોવેરા જ્યુસ તેમજ બોડી લોસન, ગ્લિસરીન સાબુ, દાબેલા મગ અને ચણા, હળદર ઘડીયા, આંબડા રસ, રાજસ્થાની મેંદી, છાસ મસાલા વિવિધ જાતની આગરબત્તીઓ અને સત્પુર્ણ રાહત દરે મળશે. વિવિધ જાતના કઠોળ અને દાળ વગેરે રાહત દરે મળસે.ફીંડલા સરબતનું, માટીના કુંડા, તાવડી, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા, કોડિયા, ચકલીઘર, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ તેમજ કાશ્મીરી લસણ, વિવિધ વનસ્પતિઓના પાંદડાનો પાવડર, વિવિધ સૂપ પાવડર, વિવિધ સરબતના પાવડર, વિવિધ શાકભાજીના બિયરણોનું રાહત દરે વિતરણ તેમજ ગૌ ઉત્પાદનો જેમાં ધૂપ સ્ટિક, કોળિયા, અળાયા, ગોનાઇલ અને વિવિધ જાતના અનાજ અને અળસીયાએ બનાવેલ ખાતરનું વેચાણ કરાશે.પંચામૂત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાડર હર્બલ ટી, લીલા નળિયેર આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને સંસ્થા જગ્યા અને પ્રચારની જ વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે. હાલના સંજોગોને લઇને સોસીયલ ડિસટન્સનું પાલન કરીએ અને માસ્ક ફરજીયાત પહેરવા જણાવ્યું છે વધુ વિગચો માટે લવજીભાઈ પ્રજાપતી (મોરબી) મો.૯૯૨૫૩ ૬૯૪૬૫ અથવા વી.ડી.બાલા પ્રમુખ-નવરંગ નેચર ક્લબ (રાજકોટ) મો.૯૪૨૭૫ ૬૩૮૯૮ નો સંપર્ક કરવો.




Latest News