હળવદના ચાડધ્રા નજીક ટ્રેક્ટર નીચે યુવતીને કચડી નાખનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો
વાંકાનેરના જુના ભલગામમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા
SHARE









વાંકાનેરના જુના ભલગામમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા
વાંકાનેર તાલુકાના જુના ભલગામમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૪૫૦ રૂપિયાની રોકડ સાથ જુગારીઓની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના જુના ભલગામમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રાજેશભાઈ પોપટભાઈ ભાલિયા, રમેશભાઈ રવજીભાઈ ભાલીયા, દલસુખભાઈ સિંધાભાઈ ભાલીયા અને ધીરુભાઈ છનાભાઈ ભાલીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેમને પોલીસે તેઓની પાસેથી ૪૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આ ચારેય શખ્સોની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
