મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા નજીક ટ્રેક્ટર નીચે યુવતીને કચડી નાખનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના ચાડધ્રા નજીક ટ્રેક્ટર નીચે યુવતીને કચડી નાખનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ચાડધ્રા ગામ પાસે ટ્રેક્ટરમાં બેસીને જતી યુવતી ટ્રેક્ટરમાંથી નીચે પડી ગઈ હતી ત્યારે તેના માથા પરથી ટ્રેક્ટરનું વ્હીલ ફરી ગયું હતું જેથી તે યુવતીનું મોત નિપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવતીના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં ટ્રેકટર નંબર જીજે ૧૮ એફ ૮૧૦૪ માં દરીયાવભાઇ જોત્યાભાઇ રાઠોડ જાતે આદીવાસી (ઉ.૫૬) ની દીકરી રાધૂ (ઉંમર ૧૯) ટ્રેક્ટરમાં બેસીને જતી હતી ત્યારે ટ્રેકટરચાલક કમલભાઈ હરજીભાઈ બામનીયા જાતે આદિવાસી રહે મૂળ એમ.પી. વાળાએ પોતાનું ટ્રેક્ટર બેફીકરાઈથી ચલાવ્યું હતું જેથી તે ટ્રેક્ટરની સીટમાંથી નીચે પડી ગઈ હતી અને તેના માથા ઉપરથી ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળ્યું હતું અને રાધુનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. આ બનાવમાં હાલમાં મૃતક યુવતીના પિતાએ કમલભાઈ બામનીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતના બનાવમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News