વાંકાનેરના જેપુર પાસે વાડીની કુંડીમાંથી ૯૬ બિયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ
SHARE









વાંકાનેરના જેપુર પાસે વાડીની કુંડીમાંથી ૯૬ બિયરના ટીન મળ્યા, આરોપીની શોધખોળ
વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરી હતી અને વાડીએ મૂકવામાં આવેલ સિમેન્ટની કુંડીમાં ચેક કરતાં ત્યાંથી ૯૬ બીયરના ટીન મળી આવ્યા હતા માટે પોલીસે ૯૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાડીનો માલિક હાજર ન હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં આવેલ અનિલભાઈ ઉર્ફે અરવિંદભાઈ જેસાભાઈ બાવરીયા રહે. રૂપાવટી વાળાની વાડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી વાંકાનેર તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરી હતી ત્યારે અનિલ જેસાભાઈ બાવરીયાની વાડીમાં મુકવામાં આવેલ સિમેન્ટની કુંડળીમાંથી બીયરના ૯૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૯૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે અનિલ ત્યાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
