માળિયા (મિ)ના વાગડિયા ઝાપા પાસે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને મારામારી: સામસામી ફરિયાદ
મોરબીના પીપળી પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા જામનગરના યુવાનનું મોત
SHARE









મોરબીના પીપળી પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા જામનગરના યુવાનનું મોત
મોરબીનો જેતપર રોડ જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ છાશવારે વાહન અકસ્માતના બનાવ બને છે જેમાં નિર્દોષ જીંદગીઓ મોતનાં ખપ્પરમાં હોમાઈ રહી છે તેમાં વધુ એક વાહન અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર પીપળી ગામના બસ સ્ટેશન પાસે ટ્રકના ચાલકે બાઇક સવારને હડફેટે લીધો હતો જે બનાવમાં જામનગરના રણજીતપર ગામના યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામના બસ સ્ટેશનની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક લઇને જઇ રહેલા જામનગર જિલ્લાના રણજીતપર ગામના ભરતભાઈ પીઠાભાઈ ગોરીયા નામના ૩૦ વર્ષીય યુવાનના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું જેથી સર્જાયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ ભરતભાઈ પીઠાભાઈ ગોરીયા નામના યુવાનને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.ભરતભાઇને પેટના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોવાના લીધે તેઓને વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ભરતભાઈ ગોરીયા નામના યુવાનનું મોત નિપજયું હતું અને હાલ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ બનાવ અંગે નોંધ કરીને અકસ્માત બનાવ સર્જીને યુવાનનું નોત નિપજાવનાર ટ્રક ચાલક સામે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના શકત સનાળા ગામે આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો ચિંતન ભરતભાઈ પરમાર નામનો ૧૮ વર્ષીય યુવાન ખાનપરથી ચાચાપર જતો હતો ત્યારે ખાનપર-ચાચાપર વચ્ચે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ચિંતન પરમારને સારવારમાં ખસેડાયો હતો.તેમજ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરમાં જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સંગીતાબેન રવિભાઈ વિંજવાડીયા નામની ૨૮ વર્ષીય પરિણીતા પોતાના પતિના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસે સોલો સિરામિક નજીક તેઓના બાઈકના વ્હીલમાં પથ્થર આવી જતા તેઓનુ બાઇક પણ સ્લીપ થઈ ગયુ હતુ જે બનાવમાં ઇજાઓ થવાથી સંગીતાબેન વિંજવાડીયાને પણ અહીં આયપષ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.
