મોરબીના વીસીપરા વિસ્તારમાં સૌચાલય પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
વાંકાનેરના વરડુસર ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
SHARE
વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની એક જામગરી બંદુક મળી આવી હતી જેથી કરીને પોલીસે હથિયાર કબજે કરીને તેની સામે આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વરડુસર ગામની પાનીયાવાડી વિસ્તાર સીમમાં માટીની ખાણ પાસેથી એક શખ્સ પસાર થતો હતો તેને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની જામનગરી એક બંદૂક મળી આવી હતી જેથી કરીને 1500 રૂપિયાની કિંમતનો હથિયાર કબજે કરીને પોલીસે ચતુરભાઈ લધુભાઈ વિંજવાડિયા જાતે કોળી ઉંમર 40 રહે વરડુસર વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે